ભુજ, તા. 19 : વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે
નિહારિકા ફોટો સોસાયટી અમદાવાદ અને અન્ય સંસ્થાઓ દ્વારા ઓલ ગુજરાત ફોટોગ્રાફી કોમ્પિટીશન
અને પ્રદર્શન રખાયું હતું. ગુજરાતભરમાંથી આવેલી 284 તસવીરમાંથી 82 તસવીર પ્રદર્શન માટે પસંદ કરાઈ હતી. કચ્છના જાણીતા વાઈલ્ડ લાઈફ
ફોટોગ્રાફર અને કચ્છમિત્રની `આપણા પક્ષીઓ' કોલમના લેખક જયસુખ પારેખ `સુમન'
અને તેમના પુત્ર નીરવ પારેખની તસવીરો પ્રદર્શન માટે પસંદ કરાઈ હતી. આ
પ્રદર્શન હથીસીગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું હતું.