• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

અંતરિક્ષમાં બની શકશે `સરસોનું શાક'

નવી દિલ્હી, તા. 19 : હોલીવૂડના એક ફિલ્મ ધ માર્શિયનમાં અંતરિક્ષ યાત્રી મંગળ ઉપર ફસાયા બાદ જીવતા રહેવા માટે ખેતી કરે છે. આમ તો આ ફિલ્મની વાર્તા છે પણ વૈજ્ઞાનિકોએ વાર્તાને હકીકત બનાવી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) ઉપર અંતરિક્ષયાત્રીએ પોતે ઉગાડેલી કોબી અને સરસવનો સ્વાદ ચાખ્યો હતો. જે અંતરિક્ષયાત્રીની ટીમે અંતરીક્ષમાં પાકનું ઉત્પાદન કર્યું છે તેમાં ભારતીય મૂળના અનિલ મેનન પણ સામેલ છે. આઇએસએસ ઉપર અંતરીક્ષ યાત્રી જેસિકા અને અનિલ મેનને એક મહિનાથી વધુ સમય સુધી શાકભાજી ઉગાડયાં હતાં. પાક તૈયાર થયાં બાદ તેને તોડીને સ્વાદ ચાખ્યો હતો. અંતરીક્ષ યાત્રીઓ અનુસાર અંતરીક્ષમાં ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ અત્યારસુધીમાં કરેલાં ભોજનમાંથી સૌથી સારો અનુભવ હતો. ભારતીય મૂળના નાસાના અંતરીક્ષ યાત્રી અનિલ મેનને એક વીડિયો પણ શેર કર્યો હતો.

`સ્પેશિયલ સીડ પિલો'નો ઉપયોગ

આ પ્રોગ પાછળ નાસાની વેજિટેબલ પ્રોડક્શન સિસ્ટમ અને વિશેષજ્ઞની ટીમ છે. ખેતી માટે સામાન્ય માટીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના બદલે સ્પેશિયલ સીડ પિલોનો ઉપયોગ થયો હતો. જેમાં છોડ માટે જરૂરી પોષક તત્ત્વો હોય છે. છોડની વૃદ્ધિ માઠે લાલ અને બ્લ્યૂ લાઇટ લગાડવામાં આવી હતી. જે ફોટો સિંથેશિસમાં મદદ કરે છે. આ ઉપરાંત રીસાયકલ કરવામાં આવેલાં પાણી અને નિયંત્રિત વાતાવરણ મારફતે છોડની દેખરેખ કરવામાં આવી હતી.

Panchang

dd