• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

પર્યુષણ પર્વ પૂર્વે ગૌતમ અદાણીએ સપરિવાર મહુડી જૈન મંદિરના દર્શન કર્યા

અમદાવાદ, તા.19 (અમારા પ્રતિનિધિ તરફથી) : 8 સપ્ટેમ્બરથી આરંભ થતા જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ મહાપર્વ પૂર્વે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અને પુત્રવધૂ પરિધિ સાથે આજે સવારે ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા જૈન અને જૈનેત્તર શ્રધ્ધાળુઓના સુપ્રસિધ્ધ પવિત્ર તીર્થસ્થાન મહુડીના જૈન મંદિરની મુલાકાત લઇ પૂજા અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા.  આ તીર્થ સ્થળની મુલાકાત અદાણી માટે નિસ્વાર્થ સેવાના માધ્યમ સ્વરુપે વ્યક્તિગત જોડાણ ધરાવે છે. અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ, અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકા, ગ્રામીણ વિકાસ, મહિલા સશક્તિકરણ અને સામુદાયિક માળખાગત સુવિધાઓમાં એક મૂલ્યવાન ઉમેરો કરવા શરુ કરેલી પહેલ આજે ભારતભરમાં લાખો લાભાર્થીઓ સુધી પહોંચી છે. સેવા હી સાધના હૈની તેની ફિલસૂફીમાં સમુદાયોની સેવા અને જીવન સુધારણાની તકોનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા પ્રતાબિંબિત કરે છે. 8 થી 15 સપ્ટેમ્બર, 2026 સુધી શ્વેતાંબર જૈન પરંપરાના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંના એક મહા પર્વ પર્યુષણની પૂરા શ્રધ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. આ પર્વ દરમિયાન પ્રાર્થના, ઉપવાસ, આત્મ-સંયમ અને આત્મનિરીક્ષણનો સમયગાળો  15 સપ્ટેમ્બરના સંવત્સરીના રોજ સંપન્ન થાય છે. અગાઉ આ વર્ષની શરૂઆતમાં અખાત્રિજના દિવસે અદાણી પરિવારે ઉત્તર ગુજરાતના તારંગા હિલ્સ ખાતે અજિતનાથ ભગવાન શ્વેતાંબર જૈન દેરાસરની મુલાકાત લઇ પૂજા-અર્ચના કરી હતી.

Panchang

dd