• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

પાક સામે ભારતની 5-3થી પરાક્રમી જીત

એમ્સટલવીન (નેધરલેન્ડ), તા.19: હોકી વિશ્વ કપની ગ્રુપ ડીના અંતિમ અને નિર્ણાયક લીગ મેચમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન વિરુદ્ધ પ-3 ગોલથી ભવ્ય વિજય હાંસલ કરીને ભારતીય ટીમે આગકૂચ કરી છે. પાકિસ્તાન સામેની યાદગાર જીત સાથે ભારતીય હોકી ટીમે વિશ્વ કપના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. બીજી તરફ પાકિસ્તાનની વિશ્વ કપ સફર સમાપ્ત થઇ છે. પુલ ડીમાં ભારત ઇંગ્લેન્ડ પછી બીજા સ્થાને રહી આગળ વધી છે.  પાકિસ્તાન સામેની મેચમાં ભારત તરફથી કપ્તાન હરમનપ્રિત સિંઘે ચોથી અને 21મી મિનિટે તથા અભિષેકે 11મી અને 24મી મિનિટે બે-બે ગોલ કર્યા હતા જ્યારે હાર્દિક સિંઘે 3પમી મિનિટે ગોલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી હન્નાન શાહિદે 22મી અને 46મી મિનિટે તથા સૂફિયાન ખાને 24મી મિનિટે ગોલ કર્યા હતા. ભારતીય ટીમે શરૂઆતથી આક્રમક હોકીનું પ્રદર્શન કરી બે ગોલ કરી પાક. સામે દબદબો બનાવ્યો હતો. સંગીન શરૂઆત બાદ ભારતીય ખેલાડીઓએ સતત આક્રમણ ચાલુ રાખી પાક. ટીમની રક્ષા હરોળની છિન્નભિન્ન કરી દીધી હતી અને અંતમાં પ-3 ગોલથી જોરદાર જીત હાંસલ કરી હતી.

વર્લ્ડ કપમાં પાક સામે ભારતનું પ્રભુત્વ

ભારતે હોકી વર્લ્ડકપમાં પાક સામેનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે બંને ટીમ છેલ્લે 2010માં નવી દિલ્હીમાં ટકરાઈ હતી જ્યાં પણ ટીમ ઈન્ડિયાએ 4-1થી જીત મેળવી હતી.

Panchang

dd