કોડાય (તા. માંડવી), તા. 19 : મૂળ કોડાય
ગામની પ્રતિભાશાળી કન્યા અમાયરા પૂજા વનિલ શાહે એશિયન ઓપન આઈસ સ્કાટિંગ ચેમ્પિયનશિપમાં
ભારતનું પ્રતિનિધિત્વ કરી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ચેમ્પિયનશિપમાં 12 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ચીન, હોંગકોંગ,
થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, સિંગાપોર
સહિતના દેશોના ખેલાડીઓનો સમાવેશ થયો હતો. તાજેતરમાં
દેહરાદૂન ખાતે યોજાયેલી 21મી નેશનલ
આઈસ સ્કાટિંગ ચેમ્પિયનશિપ-2026માં અમાયરાએ
સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. અમાયરાએ અત્યાર સુધી જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને
આંતરરાષ્ટ્રીય કક્ષાનાં 40 જેટલા મેડલ પ્રાપ્ત કર્યાં
છે. સતત મહેનત અને શ્રેષ્ઠ પ્રદર્શનનાં બળે તેણે આઈસ સ્કાટિંગ ક્ષેત્રે પોતાની આગવી
ઓળખ ઊભી કરી છે. અમાયરા કોડાયના સેવાભાવી અગ્રણી
સ્વ. રજનીકાંતભાઈ શાહની પૌત્રી છે. રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સફળતા મેળવ્યા બાદ હવે અમાયરાએ
એશિયન ઓપન આઈસ સ્કાટિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. જૈન સમાજ, ગ્રામજનો તેમજ અશોક શાહ અને અશ્વિન શાહ સહિતના
આગેવાનોએ અમાયરાને બિરદાવી છે.