• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

સમાઘોઘા : એટીએમકાર્ડના કેસની શંકામાં ચાર શખ્સનો હુમલો

ભુજ, તા. 19 : ગઇકાલે મુંદરાના સમાઘોઘામાં અગાઉ થયેલા એટીએમકાર્ડના કેશની શંકામાં એક શખ્સ ઉપર ચાર શખ્સે હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે, 18 વર્ષના છાત્ર હર્ષ રાજેશ બંસીધર શર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 19/8ના રાત્રે તે તથા તેનો ભાઇ સમાઘોઘામાં પંકજ કોલોની પાસે નાસ્તો કરવા ગયા હતા. ગત ઓક્ટોબર-2025ના જિતેન્દ્ર યાદવ પાસેથી મુંદરા પોલીસને શંકાસ્પદ એટીએમ કાર્ડ મળી આવતાં પોલીસે કેસ કર્યો હતો. આ બાબતની શંકા રાખી યુવરાજસિંહ મહાવીરસિંહ જાડેજા, મહાવીરસિંહ ભીખુભા જાડેજા, યજ્ઞદીપસિંહ રોહિતસિંહ જાડેજા તથા પંકજ સુડેલે (રહે તમામ સમાઘોઘા) ફરિયાદી અને તેનો ભાઇ જ્યાં નાસ્તો કરતા હતા, ત્યાં આવી કેસમાં તારો હાથ હોવાનું કહી, ગાળો આપી લોખંડના સળિયાથી માર મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે ચારે વિરદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Panchang

dd