• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

પરપ્રાંતીય સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ

ભુજ, તા. 19 : મુંદરા નજીકના ગામમાં શ્રમિક સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે મૂળ મધ્યપ્રદેશની સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની સગીરવયની દીકરી મજૂરીકામ કરતી હતી, તે દરમ્યાન અન્ય સાઈટ પર કામ કરતા આરોપી ગલ્લો ઉર્ફે કાળુ બબોરિયાએ પરિચય કેળવી ફરિયાદીની સગીરવયની દીકરીને તા. 18/8ના બાવળોની ઝાડીમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. અગાઉ પણ ત્રણ સપ્ટેમ્બરથી હાલ સુધી વારંવાર શરીર ગર્ભવતી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો, દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઈ એમ.આર. શકોરિયાએ હાથ ધરી છે.

Panchang

dd