દુબઇ, તા. 19 : આઇસીસીએ નવા ટેસ્ટ ક્રમાંક
જાહેર કર્યાં છે. જેમાં બેટિંગ ક્રમાંકમાં મોટો ફેરફાર થયો છે. પહેલા સ્થાન પરનો ઓસ્ટ્રેલિયન
બેટર ટ્રેવિસ હેડ ત્રણ સ્થાન ખસીને ચોથા નંબર પર આવી ગયો છે જ્યારે ઇંગ્લેન્ડનો યુવા
બેટર હેરી બ્રુક ફરી એકવાર ટોચ પર આવી ગયો છે. તે 82પ રેટિંગ પોઈન્ટ સાથે નવો ટેસ્ટ નંબર વન બેટર બન્યો છે. ઇંગ્લેન્ડનો
કેપ્ટન જો રૂટ પણ ફાયદા સાથે બીજા ક્રમે આવી ગયો છે. તેના ખાતામાં 840 રેટિંગ છે. ઓસ્ટ્રેલિયાનો અનુભવી
બેટધર સ્ટીવન સ્મિથ એક સ્થાન ઉપર આવી 833 રેટિંગ સાથે ત્રીજા ક્રમે આવી ગયો છે. ટ્રેવિસ હેડના હવે 819 રેટિંગ છે અને 4 નંબર પર છે. પાંચમા ક્રમે તેંબા બાવૂમા
(77પ) છે. નવા ટેસ્ટ ક્રમાંકમાં ભારતીય બેટધરોની
સ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી. ગોલ ટેસ્ટમાં નિષ્ફળ રહેવા છતાં ભારતીય કપ્તાન શુભમન
ગિલ 743 રેટિંગ સાથે સાતમા ક્રમે યથાવત
છે જ્યારે યશસ્વી જયસ્વાલ 733 અંક સાથે
નવમા ક્રમે છે. બાબર આઝમ (716) દસમા નંબર
પર છે. ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં બુમરાહ ટોચ પર 21 મહિનાથી યથાવત છે. જ્યારે ટેસ્ટ ઓલરાઉન્ડર ક્રમાંકમાં રવીન્દ્ર
જાડેજાનો પ્રથમ સ્થાને દબદબો છે.