• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

પાકે પાછું ભારત સામે ઝેર ઓક્યું

ઈસ્લામાબાદ, તા. 19 : ઓપરેશન સિંદૂર નામની બે ભાગવાળી એક ડોક્યુમેન્ટરી શ્રેણી રિલીઝ થઈ હતી જેને લઈને પાકિસ્તાને ભારત સામે ઝેર ઓક્યું હતું. લશ્કરી પ્રવક્તા લેફટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ આરોપ મૂક્યો હતો કેઆ ફિલ્મમાં દર્શાવેલી ઘટનાઓ સાચી નથી, તેને ભારતના પક્ષમાં હોય તે રીતે બતાવાઈ છે. આ ભારતનો પ્રોપેગેંડા હોવાનો પોકળ દાવો વ્યક્ત કર્યો હતો. અમેરિકાની એક મોટી મીડિયા અને એન્ટરટેનમેન્ટ કંપની વાર્નર બ્રધર્સ ડિસ્કવરીએ આ ડોક્યુમેન્ટરી બનાવીને તેને ડિસ્કવરી ચેનલ પર રજૂ  કરી છે. તેમાં ભારતમાં થયેલા પહેલગામ હુમલા પછી ભારતની 88 કલાક લાંબી લશ્કરી કાર્યવાહીની યોજના કેમ લાગુ કરાઈ તે બતાવાયું છે. આ ઓપરેશનને સફળ બનાવવા કેટલાય લશ્કરી વડાને કેમેરાના માધ્યમથી વિસ્તૃત વાતચીત કરતા હોવાનું બતાવાયું છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે, ઓપરેશન સિંદૂરના પરિણામોને ભારતે પોતાની જીત થઈ હોય તેમ પ્રદર્શિત કર્યા છે.  ચૌધરીનો આરોપ છે કે આ ફિલ્મમાં કેટલાક ઈન્ટરવ્યૂ અને ભાવુક કરતી વાર્તાને ફિલ્મી અંદાજમાં રજૂ કરાઈ છે. પાકસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કેભારતે પોતાની લશ્કરી નિષ્ફળતાને સફળ ઓપરેશન ગણાવ્યું છે. આ ફિલ્મમાં દર્શાવાયેલાં કથાનક અને વીડિયોથી એ સમયે બનેલી સાચી ઘટનાઓને બદલી શકશે નહીં. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસીય સંઘર્ષમાં પાકિસ્તાને ભારતના આઠ સૈન્ય વિમાન તોડી પાડયા હતા. જો કે, ભારતે આ દાવાને પહેલાંથી જ નકારી દીધો છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે, આ લડાઈ બન્ને દેશના ડીજીએમઓ એટલે કે  સૈન્ય ઓપરેશનના પ્રમુખ અધિકારીઓ વચ્ચે થયેલી વાટાઘાટ પછી બંધ થઈ હતી. તેથી તેને ભારતની એકતરફી જીત ગણી શકાય નહીં.

Panchang

dd