ગાંધીધામ,તા.19 :આદિપુરમાં ઓનલાઈન સટ્ટો રમતા
શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ગજવાણી સ્કુલ પાસે આવેલા ગ્રાઉન્ડમાં બેસીને ઓનલાઈન વેબ
સાઈડ ઉપર આઈ.ડી મેળવીને તીનપતીનો સટ્ટો રમી રમાડાતા આરોપી વસંત દિલીપભાઈ ઠકકર (રહે.અંજાર)
ની પોલીસે ધરપકડ કરી હતી. ઓનલાઈન જુગાર રમતા આરોપી પાસેથી સાત હજારનો મોબાઈલ ફોન તથા
રોકડા રૂા. 220 સાથે કુલ રૂા. 7720 નો મુદામાલ હસ્તગત લેવાયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.