• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ઝરપરાથી નવીનાળ રસ્તે તળાવને પ્રદૂષિત કરતી કચરો ઠાલવવાની પ્રવૃત્તિ

મુંદરા, તા. 15 : ઝરપરાથી નવીનાળ તરફ જતાં હાઈ-વે ઉપર વંઢા વાડી વિસ્તાર જતા રસ્તે આવેલા તળાવને જોડતા ગૌચર જમીનવાળા ખાડામાં કચરો ઠાલવીને પ્રદૂષણ ફેલાવાતું હોવાની અને તેના કારણે ત્યાંથી પાણી પીતા પશુઓના સ્વાસ્થ્યને  જોખમ હોવાની ફરિયાદ કરાઇ છે. ઝરપરાના અગ્રણી રામ દેવદાસ કાનાણીએ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાઈ-વે ઉપર તથા ગામની નજીક વંઢા વાડી વિસ્તાર જતાં રસ્તા પર ખુણામાં આવેલ જગ્યામાં આવેલા ખાડામાં વરસાદી પાણીની આવક થાય છે ને પાણી નવીનાળ તરફ જતાં હાઈવેની દક્ષિણ બાજુ આવેલ તળાવમાં જાય છે, પણ અમુક લોકો તથા પંચાયત તરફથી ગામનો કચરો તથા ગંદકી ઠાલવી અને બાળવાની પ્રવૃત્તિ કરાય છે. તળાવનું પાણી પ્રદુષિત થવાનું જોખમ છે. જે ગૌશાળાનાં પશુઓ પીવે છે. ઉકત તમામ જમીન ગૌચર છે. બાબતે અગાઉ સરપંચ, ટીડીઓ, જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઇ છે અને નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ મુંદરા ટીડીઓને નિયમોનુસાર કાર્યવાહીની લેખિત પત્રથી જાણ પણ કરી છે, છતાં કોઈ પગલાં લેવાયા નથી એવું અરજદારે પત્રમાં ઉમેર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang