• સોમવાર, 29 એપ્રિલ, 2024

ત્રાયા આસપાસની સાત વાડીમાંથી 34 હજારના બોર વાયરની ચોરી

ભુજ, તા. 1 : તાલુકાના ત્રાયા સીમની સાતેક વાડીમાંથી રૂા. 34,200ના બોર વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે, જ્યારે મુંદરા તાલુકાના લુણીની સીમની વાડીની ઓરડીમાંથી ઝટકાનો સેટ બેટરી સાથે અને સરસામાનની તસ્કરીની ફરિયાદ નોંધાઈ છે. માધાપર પોલીસ મથકે ત્રાયાના ખેડૂત રાજેશભાઈ રવજીભાઈ સોનારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 13/4ની રાતથી બીજા દિવસની સવાર સુધી તેમની વાડીના બોરના વાયરની ચોરી થયાનું સામે આવ્યું હતું. આસપાસ તપાસ કરતા અન્ય ખેડૂતોની વાડીમાંથી પણ બોરના વાયરની ઉઠાંતરી થયાનું સામે આવ્યું છે, જેમાં રોહિત રામજી સોનારા, રમેશભાઈ ભીમજીભાઈ બરારિયા, રમેશ રામજી સોનારા, રમેશ સામજી બકુત્રા, રાજેશ સામજી બકુત્રા અને રાયધણપરના નવીન ગોવિંદભાઈ આહીરની વાડીમાં લાગેલા બોર-મોટરના વાયરની તસ્કરી થઈ છે. કુલે 285 મીટર વાયર કિં. રૂા. 34,200ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મુંદરા મરીન પોલીસ મથકે લુણીના જીતુભા પથુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ લુણીની સીમમાં આવેલી તેમના બહેનની વાડીની ઓરડીનું તાળું તોડી તેમાંથી ઝટકાનો સેટ બેટરી સાથે અને અન્ય વાડીનો સામાન એમ કુલે રૂા. 7,550ના મુદ્દામાલની તા. 14/4ના રાતથી બીજા દિવસની સવાર સુધી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang