• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ભુજમાં લક્ઝરીની આડમાં, માધાપરમાં રિક્ષામાં રમાતા જુગાર પર દરોડા

ભુજ, તા. 1 : આજે શહેરના ઘનશ્યામનગર લકઝરી બસ સ્ટેન્ડ પાસે લકઝરીની આડમાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલીને અને માધાપરના ગાંધી સર્કલ પાસે રિક્ષામાં તીનપત્તી રમતા પાંચ જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા. બન્ને દરોડામાં પોલીસે રોકડ સહિત કુલ્લે રૂા. 1,13,210નો મુદ્દામાલ કબજે લીધો હતો. ભુજના ઘનશ્યામનગર લકઝરી સ્ટેન્ડમાં આશાપુરા ટ્રાવેલ્સ હોર્ડિંગવાળી લકઝરી બસ નં. 8953વાળીની આડમાં આજે બપોરે જાહેરમાં ધાણીપાસા વડે ચાલી રહેલા જુગાર પર -ડિવિઝન પોલીસે દરોડો પાડી સતાર મામદ ચૌહાણ (મોટા આસંબિયા), સોનુભા જેસુભા સોઢા (નેત્રા), ફિરોઝ ઈશાક ખલીફા? (નખત્રાણા), મામદહુસેન જુણસ લુહાર અને વસંતગિરિ મોહનગિરિ ગોસ્વામી (રહે. બન્ને ભુજ) તથા પ્રવીણસિંહ લાલુભા સોલંકી (અંજાર) તેમજ કુલદીપસિંહ યુવરાજસિંહ જાડેજા (રહે. સાંયરા, તા. અબડાસા)ને રોકડા રૂા. 36,210 તથા આઠ મોબાઈલ કિં. રૂા. 31000 એમ કુલ્લે રૂા. 67,210ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ માધાપરના ગાંધી સર્કલ પાસે આજે સવારે બજાજની મેક્ષી રિક્ષા નં. જી. જે. 12-બીયુ-6330વાળીમાં ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા વેરશીભાઈ બીજલભાઈ રબારી, હિતેશ ભરતભાઈ ગજરા, કાસમ ડાડા કુંભાર, વિનોદ  વિશનજી ઠક્કર અને રાજેશ મણિલાલ ભાનુશાળી (રહે. તમામ માધાપર)ને રોકડા રૂા. 11000 તથા રિક્ષા કિં. રૂા. 35,000 એમ કુલ્લે રૂા. 46,000ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang