• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ભુજના બસપોર્ટ પાસે કારના કાચ તોડી દહેશત ફેલાવાઇ

ભુજ, તા. 15 : શહેરના બસપોર્ટ પાસે રાતે 10 વાગ્યા આસપાસ ઘાતક હથિયારો સાથે આવેલાં ટોળાંએ ઊભેલી સ્કોર્પિયો કારના કાચ તોડી પાડયા હતા અને થોડીવાર બાદ ટુ વ્હીલરો લઇ અન્ય એક જૂથ પણ હથિયારો સાથે ધસી આવ્યો હતો. રાડા-રાડી કરતાં માહોલ દહેશતભર્યો થયો હતો. બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પહેલાં ટોળું `નો-દો ગ્યારાહ' થઇ ગયું હતું. અંતરંગ વર્તુળો પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ જૂની અદાવતનાં પગલે બનાવ બન્યો હતો. કુહાડી, ધોકા અને ધારિયાથી આવેલા પ્રથમ જૂથે ભુજ ઇંડા ભંડાર પાસે ઊભેલી કાળી સ્કોર્પિયો કાર નં. જી.જે. 12 એફ.. 1456ના આગળ-પાછળ અને બારીના કાચ તોડતાં લોકો એકત્ર થઇ ગયા હતા. જો કે, કારમાં કોઇ હાજર હોવાનું નજરે જોનારાઓએ `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું. દહેશતભરી ઘટના બાદ થોડી મિનીટોમાં અન્ય જૂથ પણ ટુ વ્હીલરો પર બે-ત્રણ સવારી સાથે ધોકા-ધારિયા લઇને આવ્યો હતો અને રાડા-રાડી કરી દહેશતનો માહોલ સર્જ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને પત્રકારો ઘટનાસ્થળે ધસી ગયા હતા. પોલીસે આસપાસથી વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang