• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ રેખાબેન (રંજનબેન) ઉપાધ્યાય (ઉ.વ. 66) તે સ્વ. રાજેન્દ્રપ્રસાદ સવાઇલાલ ઉપાધ્યાય (એસ.ટી.)ના પત્ની, સ્વ. ગુણવંતીબેન સવાઇલાલ ઉપાધ્યાયના પુત્રવધૂ, અમૃતલાલ નારાણજી દવે (રાજકોટ)ના પુત્રી, જિજ્ઞેશ, નેહા, ભૂમિના માતા, રમીલાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, ચંદાબેન કીર્તિભાઇ ઉપાધ્યાયના દેરાણી, દીપ્તિબેન પરેશ ભટ્ટ, કૃતિકા યોગેશ ત્રવાડી, કામિની ધવલ ચૌહાણ, ધર્મિષ્ઠા અતુલ ભટ્ટ, અલ્પાબેન કલ્પેશ ઠક્કર, તૃપ્તિબેન ઉમેશભાઇ ત્રિપાઠી, વર્ષાબેન રમેશભાઇ ત્રિપાઠીના કાકી, મોનિક ગિરીશભાઇ ઠક્કરના સાસુ, બળવંતભાઇ, સ્વ. અરવિંદભાઇ, નયનાબેન, દક્ષાબેન, હંસાબેનના બહેન તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-11-2023ના રવિવારે સાંજે 5થી 6 મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ (યજ્ઞશાળા), પંચહટડી ચોક, ભુજ ખાતે.

ભુજ : મહેતા જેઠાલાલ  (ઉ.વ. 83) તે ચૂનીલાલ સાકરચંદ મહેતાના પુત્ર, સ્વ. મધુબેનના પતિ, સ્વ. શાંતિલાલ ચૂનીલાલના ભાઇ, શેઠ કરમચંદ ગ્લાલચંદના જમાઇ, ચાંદુબેન, કમલાબેન, માલતીબેન, સુશીલાબેન અને શારદાબેનના ભાઇ,  વિનોદ, ભરત, ભદ્રેશ, નરેન્દ્ર, દિનેશના કાકા, ડો. રૂપાલીબેન મોરબિયાના મામા તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 10-11-2023ના શુક્રવારે સવારે 9.30 કલાકે  નિવાસસ્થાન હોસ્પિટલ રોડ ખાતેથી નીકળશે. 

ભુજ : મૂળ મંજલ (તા. નખત્રાણા)ના ગં.સ્વ. વીરમતીબેન ભાટિયા (ધમાણી) (ઉં.વ. 100) તે સ્વ. વિસનજી ખટાઉના પત્ની, સ્વ. દામજી ચાંપશીં પાલેજા (અરલ)ના પુત્રી, ચત્રભુજ, નરેન્દ્ર, જયેન્દ્ર, કુસુમબેન (યુએસએ)ના માતા, કાશ્મીરા, કલ્પનાના સાસુ, રિદ્ધિના દાદીસાસુ, નિખિલ, પ્રિયા, તુલસી, ભક્તિ, હેત, જીલ, મહેક, પલક, શિવાંશના દાદી તા. 8 -11-2023ના અવસાન પામ્યા છે. ઉઠમણું (પ્રાર્થનાસભા ) તા. 10-11-2023ના શુક્રવારે સાંજે 4થી 5 ભુજ ભાટિયા મહાજનવાડી, પ્રમુખસ્વામી ચોકડી, મુંદરા રિલોકેશન સાઈટ ખાતે.

ભુજ : મહેતા નેમચંદભાઇ કપૂરચંદ (એડવોકેટ) (ઉ.વ. 87) તે ગં.સ્વ. રમાબેનના પતિ, સ્વ. મંછાબેન કપૂરચંદના પુત્ર, સ્વ. જેવતભાઇ કરસનજી સંઘવી (માંડવી)ના જમાઇ, વિપુલ, અતુલ (એડવોકેટ), સ્મિતા, સ્વાતિના પિતા, સ્વ. પ્રેમુબેન, વેલજીભાઇ, સ્વ. પુષ્પાબેન, સ્વ. જયંતીભાઇ, રસિકભાઇ (એડવોકેટ), નિર્મળાબેનના ભાઇ, નિયતિ, ચેતના, સંજય, કેતનના સસરા તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 10-11-2023ના સવારે 7 વાગ્યે નિવાસસ્થાન 12-બી, હિંમતનગર કોલોનીથી જૈન સ્મશાન મધ્યે જશે.

ભુજ : સુમાર ધનજી વિસરિયા (ઉ.વ. 52) તે સ્વ. પરમાબાઇ ધનજીના પુત્ર, ગં.સ્વ. બયાબાઇના પતિ, સ્વ. જુમાના ભાઇ, બબીબેનના દિયર, જગદીશ, જ્યોતિબેન, ગોવિંદના પિતા, ભીમજી, રવિ, રાહુલ, મધુબેનના કાકા, સ્વ. સુમાર દેવજી ફુફલના જમાઇ, કરમણ, કરસનના બનેવી, નારાણના ભત્રીજા, સ્વ. કાનજી, સ્વ. ધારશીના પિતરાઇ ભાઇ, ધર્મેશ, ખીમજી, શંકર, નાનજી, નાનજી, પરેશના કાકા, ભારમલ, ભુમિત, અંશુમન, ધ્રુવનના દાદા, દૃષ્ટિ, શુભમના નાના તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વોરા ફળિયા, હનુમાન દેવરીની બાજુમાં, વોર્ડ નં. 4, ભુજ ખાતે.

ભુજ-માધાપર : રાજગોર ધીરજલાલ વ્યાસ (ઉ.વ. 90) (સ્વામિનારાયણ મંદિરવાળા) તે સ્વ. મોઘીબાઈ કાનજી વ્યાસ (આફ્રિકાવાળા)ના પુત્ર, સ્વ. કસ્તૂરબેન પ્રભાશંકર જોષી (કોઠારા)ના જમાઈ, ગં.સ્વ. ચંપાબેનના પતિ, સ્વ. અમરતબેન ધનજી આસરિયા, ગં.સ્વ. જયાબેન આણંદજી મોતા (કેનેડા), સ્વ. ચમનભાઈ, સ્વ. કિશોરભાઈ, ગં.સ્વ. કંચનબેન હંસરાજ અજાણી (આફ્રિકા), પુષ્પાબેન ચંપકલાલ જેસરેગોરના ભાઈ, હસ્વિનીબેન, સ્વ. રશ્મિબેન, સ્વ. નરેશભાઈ, મેહુલભાઈના પિતા, અરૂણાબેન અને સુરેશભાઈ પટેલના સસરા, વૃંદાબેન અને અર્જુનભાઈના દાદા, સ્વ. અમિતભાઈ, અલ્પાબેન રાહુલભાઇના નાના, ખાવ્યાના પરનાના, દીપભાઈ પ્રવીણભાઈ ગોરના દાદાસસરા, રમેશભાઈ, સ્વ. પ્રેમિલાબેન રામજી માકાણી, મંજુલાબેન દામજી માકાણી, ગં.સ્વ. વસંતબેન નાનાલાલ અજાણી, કુસુમબેન રમેશભાઈ માકાણી, ગં.સ્વ. ઉષાબેન દયાશંકર માકાણી અને નિર્મળાબેનના બનેવી, હંસાબેનના નણદોયા તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-11-2023ના શનિવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ., ભુજ ખાતે.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જયંતીલાલ શિવશંકર વ્યાસ (ઉ.વ. 72) તે રૂક્ષ્મણીબેન શિવશંકર વ્યાસના પુત્ર, ભગવતીબેનના પતિ, રાકેશ વ્યાસ, રૂપલ ઠાકરના પિતા, સ્વ. બટુકભાઈ, નરેન્દ્રભાઈ, ગીતાબેન (રાઉલકેલા)ના ભાઈ, સ્વ. હરદેવભાઈ ભવાનજીભાઈ પંડ્યા (કેંજુરગઢ-ઓરિસ્સા)ના જમાઈ, આર્યના દાદા, હર્ષવી, રુદ્રના નાના, જયદીપ ઠાકર (રાજકોટ), ભાવનાના સસરા, હુલ્લેશ, જયેશના કાકા, જિતેન તથા અનુપના મોટાબાપા તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-11-2023ના સાંજે 4થી 5 અંજાર ઔદિચ્ય બ્રહ્મસમાજ (ઝાલાવાડી સમવાય) સમાજવાડી, ટીંબી કોઠા, અંજાર ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) ગ.સ્વ. બચુબેન મોહનલાલ ખોડિયાર તે સ્વ. મોહનલાલ ઓધવજીભાઈ ખોડિયાર (માજી પ્રમુખ ખોડિયાર કુટુંબ)ના પત્ની, પ્રવીણ (શ્રીરામ વીડિયો), અનસૂયાબેન બલરામભાઈ પરમાર (કોટડા), સ્વ. હંસાબેનના માતા, પ્રજ્ઞાબેન તથા બલરામભાઈના સાસુ, સ્વ. રામજીભાઈ, વિશનજીભાઈ, સ્વ. ધનજીભાઈના નાના ભાઈના પત્ની, પોપટલાલ, સ્વ. મગનલાલભાઈ, સ્વ. બચુબેન રાઠોડ, જયાબેન રાઠોડના ભાભી, દેવાંશી, જૈમીનના દાદી, દયારામ ઓધવજીભાઈ મૈયાણી પરમારના બહેન તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-11-2023ના શુક્રવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર મધ્યે ભાઈઓ તથા બહેનોની સંયુક્ત.

અંજાર : ભાવેશભાઇ શામજીભાઇ પરમાર (ઉ.વ. 26) તે કાન્તાબેન શામજીભાઇ પરમારના પુત્ર, સ્વ. ચોથીબેન મનજીભાઇ પરમારના પૌત્ર, ગં.સ્વ. જાનકીબેનના પતિ, સંજયભાઇ, કાજલબેન ઇશ્વરભાઇ સોલંકીના ભાઇ તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-11-2023ના શુક્રવારે સાંજે 4થી 5 પ્લોટ 112-બી, રાધાક્રિષ્ના સોસાયટી, મેઘપર-બોરીચી, અંજાર ખાતે.

અંજાર : મનીષભાઇ રસિકભાઇ કાતરિયા (ઉ.વ. 26) તે હેમલતાબેન રસિકભાઇ કાતરિયાના પુત્ર, ગં.સ્વ. જસુબેન વેલજીભાઇ કાતરિયાના પૌત્ર, સ્વ. શનિભાઇ રસિકભાઇ કાતરિયા, પાયલબેન ચેતનભાઇ બાંભણિયાના ભાઇ તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-11-2023ના શુક્રવારે સવારે 10.30થી 11.30 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર સોસાયટીની બાજુમાં, અંજાર ખાતે.

માંડવી : સકીનાબેન કુતબુદ્દીનભાઇ બુરહાની (ઉ.વ. 44) તે કુતબુદ્દીનભાઇના પત્ની, શબ્બીરભાઇના માતા, કુલસુમબેન મોહમ્મદભાઇ સાઇગરના પુત્રી, અસગરભાઇ, કલીમભાઇના બહેન તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. બીજિયા તેમજ ત્રીજિયાના સીપારા તા. 10-11-2023ના રાત્રે 8 કલાકે કુતબી મસ્જિદ, તૈયબપુરા, માંડવી ખાતે.

કેરા (તા. ભુજ) : સમા જેનાબાઇ મામદ કાસમ (ઉ.વ. 80) તે સમા ઇબ્રાહીમ તથા મ. સમા સજાદના માતા, મામદ ઇસ્માઇલ, અબ્દુલગની ઇસ્માઇલ, ઇબ્રાહીમ સાલેમામદના સાસુ, મ. યાકુબ, મ. ઓસમાણ, નૂરમામદના ભાભી, મ. કામસ ઇશા, મ. રમજાન ઇશા, મ. ઇબ્રાહીમ ઇશાના બહેન તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-11-2023ના સવારે 10થી 11 લાસાણી ટ્રસ્ટ ફૈઝાને મુસ્તુફા, ગજોડ રોડ, કેરા ખાતે.

ગોડપર (તા. ભુજ) : મૂળ મોટી રાયણના મ.ક.સ.સુ. દરજી જેન્તીલાલ વાલજી ચૌહાણ (ઉ.વ. 78) તે સ્વ. લક્ષ્મીબેન વાલજી ખીમજી (રાયણ મોટી)ના પુત્ર, ગં.સ્વ. નર્મદાબેનના પતિ, જયસુખલાલના પિતા, હંસાબેનના સસરા, વિવેક અને ચાંદનીના દાદા, ભવ્યા, અંશના પરદાદા, ડિમ્પલ તથા દીપ (નારાણપર)ના દાદાસસરા, ઝવેરીલાલ, મોહનલાલ (રાયણ), જગદીશભાઇ (બળદિયા), સ્વ. ધનબાઇ (સુથરી), અમૃતબેન (માનકૂવા), સ્વ. તારાબેન (દહીંસરા), સ્વ. પ્રભાબેન (ગઢશીશા)ના ભાઇ. સ્વ. પરષોત્તમ ખીમજી (નાગલપર), સ્વ. જેરામ ખીમજી (કેરા), પ્રાગજી ખીમજી (માધાપર)ના ભત્રીજા, સ્વ. રણછોડ હરિરામ મોઢ (મોટા આસંબિયા)ના જમાઇ, સ્વ. વિશનજી રણછોડ (કોડકી)ના બનેવી તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-11-2023ના બપોરે 3થી 4 ગંગેશ્વર મહાદેવ મંદિર, ગોડપર ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : આલાભાઇ બુદ્ધાભાઇ ગરવા (મારાજ) (ઉ.વ. 65) તે ગં.સ્વ. રાણબાઇના પતિ, સ્વ. દેવલબાઇ બુદ્ધાભાઇ મારાજના પુત્ર, ધનજી, ભરત, સિજુ ભાવના શંકરના પિતા, સ્વ. પરબત, સ્વ. વિશ્રામ, ધુવા નાનબાઇ રવજી, અતુલના મોટા ભાઇ, સ્વ. ખીમજી વેરશી મારાજના ભત્રીજા, મીનાબેન, લક્ષ્મીબેનના સસરા, દિવ્યા, પ્રેમ, કૌશિક, જિગરના દાદા, સ્વ. હરશી સામરા માતંગ (ટોડા)ના જમાઇ, દાફડા (મહેશ્વરી) ભાણબાઇ અર્જુનભાઇ (ભુજ), લક્ષ્મીબેન જશાભાઇ મોથારિયા (ભુજ), તેજબાઇ નવીનભાઇ મોથારિયા (નાની ખાખર), ગૌરીબેન કાનજી દાફડા (માંડવી), સ્વ. જેઠાલાલ હરશી માતંગ, મગન હરશી માતંગ, સ્વ. ગાંગજી હરશી માતંગ (ટોડા)ના બનેવી તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 10-11-2023ના શુક્રવારે આગરી અને તા. 11-11-2023ના શનિવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાને.

રાયણ (તા. માંડવી) : વિશ્રામ લધા પોકાર (ઉ.વ. 91) તે સ્વ. લધા ખીમજી તથા સ્વ. હિરૂમાના પુત્ર, સ્વ. રામબાઈના પતિ, નારણભાઈ, કમલેશભાઈ, માવજીભાઈ, શાંતાબેન કલ્યાણજી (ગોધરા), પાર્વતીબેન મોહનલાલ દીવાણી (રામપર), કમળાબેન ભવાનજી રામાણી (પદમપુર)ના પિતા, નિતેશ, કલ્પેશ, જિનલ, મિત્તલ, સ્નેહા, ગોપી અને દિશાના દાદા, કેસરબેન લખમશી સેંઘાણી (રાજપર), મોંઘીબેન મૂળજી ધોળુ (વડોદરા), જાનબાઈ શામજી વાડિયા (માનકૂવા)ના ભાઈ તા. 9-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-11-2023ના સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5 કોલિયાણવાડી સમાજવાડીએ (એક દિવસ).

મંગવાણા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર લક્ષ્મીબેન દેવજી ચોપડા (ઉ.વ. 65) તે દેવજીભાઇ નથુભાઇ ચોપડાના પત્ની, સ્વ. નારાણભાઇ નથુભાઇ ચોપડાના નાના ભાઇના પત્ની, રાજાભાઇ, ખેતાભાઇ, સ્વ. પ્રેમિલાબેન રવજી વેલાણી (માનકૂવા), જવેરબેન ગોવિંદભાઇ રામાણી (જામથડા), લક્ષ્મીબેન બાબુલાલ રંગાણી (ગઢશીશા)ના ભાભી, મણિલાલ, રમેશભાઇ, તુલસીભાઇના માતા, પ્રાચીબેન, અંશીબેન, હસ્તી, દિયા, પ્રિન્સ, આર્યના દાદી, સ્વ. દામજીભાઇ પ્રેમજીભાઇ સાંખલા (વેસલબર-રોહા)ના પુત્રી તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-11-2023ના શુક્રવારે સવારે 8થી 11.30 અને બપોરે 3થી 5 મંગવાણા પાટીદાર સમાજવાડી ખાતે.

કોઠારા (તા. અબડાસા) : મંધરા ખતુબાઇ ઓસમાણ (ઉ.વ. 65) તે મંધરા ઓસમાણ મીઠુના પત્ની, મંધરા અબ્દુલા અને અભુભખરના માતા, હુસેન મીઠુ, હારુન મીઠુ, અબ્દુલ્લા મીઠુ, મુસા મીઠુના ભાભી તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-11-2023ના શનિવારે સવારે 10 વાગ્યે જંગશાપીર દરગાહ કમ્પાઉન્ડ, જંગી વિસ્તાર, કોઠારા ખાતે.

Janmadin Vishesh Purti

Panchang