• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર વિશ્રુતભાઇ ભુજંગીલાલ વૈદ્ય (ઉ.વ.72) (નિવૃત એફ. સી. આઈ ) તે પ્રતિમાબેનના પતિ, દિતી અને નીવાના પિતા, દર્શન મહેતા ( સેલટેક્સ ભુજ ), પ્રતીક છાયા ( કે. ડી. સી. સી. બેન્ક )ના સસરા, સ્વ. મધુભાઈ વૈદ્ય, સ્વ. દેવયાનીબેન અંતાણી, દામિનીબેન વોરા, ભાવનાબેન અંતાણીના ભાઈ, ઉત્કર્ષભાઈના કાકા, સ્વ. ઉષાકાન્તભાઈ યુ. સ્વાદિયાના જમાઈ, નરેન્દ્રભાઈ સ્વાદિયાના બનેવી, વિજયભાઈ વોરાના સાઢુભાઈ, ધીમહિ છાયાના નાનાનું તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-4-2025ના સોમવારે સાંજે 5.30 થી 6.30 સુધી હાટકેશ કોમ્પ્લેક્સ છઠ્ઠીબારી ભુજ ખાતે.

ભુજ : જિતેન્દ્રભાઇ (ખટાઉભાઇ) આણંદજીભાઇ રાજદે (નિવૃત્ત જી.કે. જનરલ હોસ્પિટલ) (ઉ.વ. 76) તે સ્વ. દિવાળીબેન તથા આણંદજીભાઇ ધનજીભાઇ ઠક્કરના પુત્ર, નરભેરામભાઇ ગોપાલજી પુજારાના જમાઇ, સ્વ. હેમલતાબેન, ગં.સ્વ. કૌશલ્યાબેનના પતિ, ચિરાગ (ઇન્ડસઇન્ડ બેન્ક), સૌમ્યના પિતા, ગાયત્રીબેન, રીનાબેનના સસરા, કનુભાઇ, લીલાવંતીબેન, તારાબેન, હંસાબેનના ભાઇ, દિપ્તીબેનના જેઠ, પ્રભુલાલભાઇ, ચંપકભાઇ, ગીરધરભાઇના સાળા, ભાવેશના દાદા તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-4-2025ના રવિવારે સવારે  9.30 કલાકે નિવાસસ્થાન `હરિકૃપા', મકાન નં. 72, જૂના શિવકૃપાનગર, કાર્ગો હોન્ડા શોરૂમની પાછળ, ભુજથી લોહાણા સ્મશાને જશે. 

ભુજ : મૂળ ભુજપુરના જાડેજા સુલતાનજી મેઘરાજજી (ઉ.વ. 75) તે નવુભા, અજિતસિંહ, સતુભાના પિતા, શૈલેન્દ્રસિંહ, યુવરાજસિંહ, મિતરાજસિંહ, યશપાલસિંહના દાદા તા. 19-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-4-2025ના સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર વી. ડી. હાઇસ્કૂલ પાસે ભુજ ખાતે.

ભુજ : અશોકકુમાર નાનાલાલ શાહ (ચકારવાળા) (ઉ.વ.78) (વિરાટ ડ્રેસીસ-ભુજ) તે સ્વ. કમલાબેન નાનાલાલ શાહના પુત્ર, આશાબેનના પતિ, સ્વ. જયાબેન, સ્વ. અરિષ્ઠાબેન, મહેશભાઇ (રિલિફ સ્ટોર)ના ભાઇ, સ્વ. હેમલતાબેન હરિલાલ શાહના જમાઇ, મધુબેનના જેઠતૃષા, વિરાટ, વૈભવ, પુનિતના પિતા, તુષારભાઇ (અંજાર), કવિતા, સેજલના સસરા, હર્ષ, તીર્થ, જયણા, ધૈર્યા, હીરના દાદા, ધૈર્ય, યશ્વીના નાના, સ્વ. પ્રાણલાલભાઇ, વસંતભાઇના સાળા, નિલમબેન (મદ્રાસ), કોકીલાબેન (વડોદરા), જયેશભાઇ (મુંબઇ)ના બનેવીગિરીશભાઇ, દિલીપભાઇના સાઢુભાઇ, વેલજી ગલાલચંદ (કેજીએફ), સ્વ. બાબુલાલ ગલાલચંદ, પ્રભાબેન પુનમચંદ સંઘવીના ભત્રીજા, સ્વ. વિનોદ, સ્વ. અનિલ, રાજેશ, કિરણ, સ્વ. કંચનબેન, વનિતાબેનના કાકાઇ ભાઇ તા. 19-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-4-2025ના સાંજે 5થી 6 જૈન ગુર્જરવાડીના પહેલા માળે રાખેલ છે.

માંડવી : જોગી પ્રકાશ મનજી રાઠોડ (ઉ.વ. 27) તે વાલબાઇ મનજીના પુત્ર, સ્વ. ખીમજી ચત્રભુજના પૌત્ર, અક્ષય, અજયના ભાઇ, સ્વ. જેરામલક્ષ્મણ, અરવિંદના ભત્રીજા, ઉષાબેનના પતિ, અવયોગના પિતા તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 28-4-2025ના સોમવારે અને પાણીની વિધિ તા. 29-4-2025ના મંગળવારે નિવાસસ્થાને જોગીવાસ જી. ટી. ગ્રાઉન્ડની સામે માંડવી ખાતે. 

ભચાઉ : જેરામભાઇ પૂજાભાઇ પુરાણિયા (પ્રજાપતિ) (ઉ.વ.47) તે લક્ષ્મીબેનના પતિ, જેનીલ, જહાન્વીના પિતા, સ્વ. પૂજાભાઇ મોહિનીબેનના પુત્રરમેશભાઇ, શારદાબેન, રમીલાબેનના ભાઇ, કલ્પનાબેનના જેઠ, દિનેશભાઇ ડાહ્યાભાઇના જમાઇ, પ્રભાબેનના નણદોયા, કપિલાબેન, ગૌરીબેન નીલેશભાઇના બનેવી, ભરતભાઇ, હસમુખભાઇના સાળા, રણછોડભાઇ, કાનજીભાઇ, દિનેશભાઇ, હીરુબેન, મણીબેનના કાકાઇ ભાઇ, મીત, દામિની, વર્ષા અને અંજલિના કાકા તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. મોરિયા તા. 27-4-2025ના રવિવારે સવારે  11 વાગ્યે નિવાસસ્થાન ભવાનીપુર, શેરી નં. 2 ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે). 

કોડાય (તા. માંડવી) : મેઘબાઇ નાનજી વેકરિયા (ઉ.વ.95) તે સ્વ. નાનજી કુંવરજી વેકરિયાના પત્નીપ્રેમજીભાઇ, કલ્યાણભાઇ, કરસનભાઇ, માવજીભાઇ, લાલજીભાઇ, વાલજીભાઇ, વાલબાઇ નાનજી હીરાણી, લીલાવંતી શિવજી રાબડિયાના માતા તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-4-2025ના સોમવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને  (વાલજી નાનજી વેકરિયા)ની વાડી `વાડી વિસ્તારકોડાય ખાતે.

ઉખેડા (તા. નખત્રાણા) : મૂળ વમોટી મોટીના પદ્માબેન વિરજીભાઇ ફમ્મા તે વિરજીભાઇ મુરજીભાઇ ફમ્માના પત્ની, વાલજીભાઇ મુરજીભાઇ ફમ્માના નાના ભાઇના પત્ની, ગોપાલભાઇ  (નિવૃત્ત એફસીઆઇ-ગાંધીધામ) અને રાણબાઇ વેલજીભાઇ જેપાર (વિથોણ)ના ભાભી, પચાણભાઇ, રામજીભાઇ, હીરબાઇ ધરશી દનિચા, કાનબાઇ અરજણભાઇ બુચિયા (ગાંધીધામ)ના કાકી, ડાઇબાઇ અરજણભાઇ એડિયા (ઘડાણી), ડેમાબેન આસમલભાઇ માતંગ (મોથાળા), મનજીભાઇ, જેઠાલાલ ફમ્માના માતા, ગોવિંદભાઇ, રમેશભાઇ, સુનિલભાઇલક્ષ્મીબેન સુનિલભાઇ નિંજારના મોટી માં, દિવ્યા, નંદની, સપના, મહેર, રોશન, કરણ, હિંમત, લક્ષ્મી, મુકેશ, ગૌતમ, મનિષ, મિગેશ, દિપક, દિનેશ, ભાવેશ, ગીતા, અર્ચના, પૂજા, નેહા, ઉષા, રમીલા, હંસા, જ્યોતિ, હેતલ, મહેકના દાદી, પુરબાઇ જશાભાઇ રતડ (તેરા)ના પુત્રીરામજીભાઇ, દેવજીભાઇ, પરમાબેન, ધનબાઇ, દેવલબેન, ગાંગબાઇ, રતનાબેન, નેણબાઇ, મુલબાઇ, ખેતબાઇના બહેન, અરજણભાઇ એડિયા, આશમલ માતંગ, કાંતાબેન જેઠાલાલ, ધનબાઇ મનજીના સાસુ, અશોક, ચંદન, પ્રફુલ, વિનોદ, રવિ, આશિષ, ધર્મિષ્ઠા, ભાવનાના નાની તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. તા. 20-4-2025ના રવિવારે આગરી (દિયાળો) તેમજ તા. 21-4-2025ના સોમવારે પાણિયારો  ઉખેડા (તા. નખત્રાણા) ખાતે.

નરેડી (તા. અબડાસા) : મનોજ મુરજી ગાંગજી નાગડા (ઉ.વ.45) તે મુલબાઇ મુરજીના પુત્ર, વનિતાના પતિ, કીર્તિભાઇ, મોટી ઉનડોઠના વનિતા કલ્પેશના ભાઇ, પ્રેરણાના જેઠ, અંકિત અને ઉર્વીના પિતા, બાંભડાઇના ચંચલબેન કલ્યાણજીના જમાઇ, ભવ્ય, આયુષીના મોટા કાકા તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા નરેડી જૈન મહાજનવાડી ખાતે તા. 21-4-2025ના બપોરે 2.30થી 3.30. 

ગાંધીધામ : મૂળ નારાણપુર (અબડાસા)ના ડો. ચૂનીલાલ ભારમલ વોરા (ઉ.વ. 97) તે સ્વ.મેઘબાઇના પુત્ર, સ્વ. ગુણવંતીબેન અને સ્વ. મધુબેનના પતિ, સ્વ. પ્રેમજીભાઇ અને દમયંતિબેનના ભાઇ, સંજય, હિમાંશુ, મનિષાબેન, હર્ષાબેન, હેમન અને આનંદના પિતા, સ્મિતાબેન, શિતલબેન, ચેતનાબેન, શ્વેતલબેન, ડો. જયંતિભાઇ ગાલા, તુરજ નાગાશિયાનના સસરા તા.19-4-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ  છે. (12 નવકાર મંત્ર ભણવા) 

માંડવી : મૂળ માધવપુર (ધેડ)ના ધીરજલાલ છગનલાલ ઠક્કર (ઉ.વ. 74) તે સ્વ. રમણિકભાઇ, હરિભાઇ, હેમતભાઇ, વસંતભાઇ, કિશોરભાઇ, અતુલભાઇ, સુશીલાબેન વિનોદરાય મોનાણી, સવિતાબેન પ્રભુદાસભાઇ વાલારીના ભાઇ, અમિતભાઇ, વિજયભાઇ, ચાર્મીબેન હિતેશકુમાર હિડોચાના પિતા, સ્વ. અમૃતલાલ લક્ષ્મીચંદ નથવાણીના જમાઇ તા. 19-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-4-2025ના સોમવારે બપોરે 4.30થી 5 લોહાણા મહાજનવાડી માંડવી ખાતે.

માનકૂવા (તા. ભુજ) : મુરીબેન રાણાભાઇ ચૌહાણ (ઉ.વ.80) તે કરશનભાઇ નારાણભાઇ ચૌહાણના ભાભી, દુદાભાઇ ખેતાભાઇ ચૌહાણના કાકી, સ્વ. બાબુભાઇ, દેવશીભાઇના માતા, માધવભાઇ, ડાયાલાલભાઇ, શંકરભાઇ, રામજીભાઇના મોટી મા, જગદીશ, સુરેશ, ધનજી, રતનશી, રમેશ, હરજી, આદિત, અક્ષય, જગદીશ, હાર્દિક, અનિલના દાદી, હરેશ, યુગ, રૂદ્ર, કુંજ, હિમાંશુ, રતુના મોટા દાદી તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-4-2025ના સોમવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન, બાવરવાડી નવાવાસ માનકૂવા ખાતે.  

માંડવી : ગં.સ્વ. પુષ્પાબેન પ્રતાપસિંહ અદાણી (ઉ.વ.86) 86 તે સ્વ. પ્રતાપાસિંહ લક્ષ્મીદાસના પત્નીસુરેશ, મૃદુલા અનિલ આશર, પંકજ, સ્વ. હિના વિરેન્દ્ર, મુકેશ, નીતા, રાજેશ અને જાગૃતિના માતા, રશ્મિ, દીપ્તિ અને મીનાના સાસુ તા. 18-4-2025ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. 21-4-2025ના સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી પ્રાર્થના હોલ ખાતે. 

મોટા સલાયા (તા. માંડવી) : મડિયાર રહીમાબાઇ તૈયબ (ઉ.વ.90) તે આદમ, આમદ, દાઉદ, અલીના માતા તા. 19-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 21-4-2025ના સોમવારે ઈસા નમાજ બાદ મિનારા મસ્જિદ મોટા સલાયા માંડવી ખાતે.

નલિયા (તા. અબડાસા) : દેવકીબેન પેરાજભાઇ દેશરભાઇ કટારમલ (ઉ.વ.80) તે સ્વ. પેરાજ દેશરના પત્ની, મોહન, માધવજી, વસંત, દીપકના માતા, સ્વ. કલ્યાણજી, સ્વ. શાંતિલાલ, અશ્વિન કરશનદાસ, નાનજી પ્રધાનજી કટારમલ, હિના અનિલકુમાર ફુલિયા (જુરા)ના મોટા માં, સ્વ. નવીન લક્ષ્મીદાસ સામજી દામાના મામી તા. 18-4-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2025ના રવિવારે બપોરે 4થી 5 નલિયા ખાતે. 

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ રાધનપુરના અનવરખાન પઠાણ (ઉ.વ.63) (પ્રમુખ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલ) તે જૈનુલ આબેદીન અનવરખાન પઠાણ, સિકંદર, સાહીલના પિતા તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4-2025ના સવારે 10થી 11 નિવાસસ્થાન, પ્લોટ નંબર 22 એકતા નગર કિડાણા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd