મુખ્ય ચૂંટણી કમિશનર મુદ્દે જંગે ચડેલા વિરોધ પક્ષ નેતા રાહુલ
ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિદેશી
મદદનાં બળે સત્તામાં ટકી રહેવાનો આક્ષેપ મૂક્યો છે. રાજનીતિમાં `િવદેશી'
હાથ એક જમાનાથી રહસ્યમય રહ્યો છે. આવો જ પડઘો અમેરિકા, બ્રિટન કે ઇઝરાયલ જેવા રાષ્ટ્રોની ચૂંટણીમાંય સાંભળવા મળે છે. ઇઝરાયલમાં હાલમાં
જ સંપન્ન થયેલી ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ બહુમતીથી ઘણા દૂર રહી ગયા
છે અને રાજપાટ ટકાવવા વિરોધ પક્ષ સાથે હાથ મિલાવવાના પ્રયાસોમાં છે. ચૂંટણીનાં પરિણામો
આવ્યાં પછી તેમાં વિદેશી દખલગીરીના આરોપો ઊઠયા છે અને તેની તલસ્પર્શી તપાસ ઇઝરાયલની
જાસૂસી સંસ્થા મોસાદ સંભાળવાની છે. તેલ અવીવની ન્યૂઝ ચેનલના હેવાલ મુબ ચૂંટણીની તપાસમાં
આંતરિક સુરક્ષા એજન્સી શિનબેટ પણ સામેલ થશે. આક્ષેપો એવા છે કે, સેનેટ ચૂંટણીમાં કતાર અને બીજા અમુક દેશોએ આરબ મતદારોને નાણાં આપીને વધુમાં વધુ મતદાન માટે પ્રેરિત કર્યા છે. આ ચૂંટણીમાં
આરબ પાર્ટીઓએ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં વિક્રમરૂપ 19 બેઠક જીતી લીધી છે. નેતન્યાહુ
અને તેમના પક્ષના નેતાઓએ આરબ પાર્ટીઓ પર ચૂંટણીમાં ઘાલમેલ કરવાનો આરોપ મૂક્યો છે. જો
કે, ઇઝરાયલના કેન્દ્રીય ચૂંટણીપંચે સ્પષ્ટ કહી દીધું
છે કે, તપાસનું વર્તુળ સીમિત છે. પંચના માનવા પ્રમાણે આ મામલાથી
ચૂંટણીનાં પરિણામો પર કોઇ અસર નથી પડી. અહીં એ નોંધનીય છે કે, ઇઝરાયલની ચૂંટણીમાં ત્રિશંકુ પરિણામ આવ્યાં પછીએ બેન્જામીન નેતન્યાહૂ સત્તા
છોડવા તૈયાર નથી. પદ પર ટકી રહેવા નીતનવા હથિયાર અજમાવવા પ્રયત્નશીલ છે, તો તેમનો વિરોધી મોરચો સરકાર રચવાનો
રસ્તો કાઢવા વડાપ્રધાન પદની સીધી ચૂંટણી યોજવા વિચારણા કરી રહ્યો છે. એ વ્યવસ્થા ગોઠવાય
તો દેશની જનતા અલગથી વડાપ્રધાનની ચૂંટણી કરશે અને આરબ પક્ષોના સમર્થન વિના સરકાર રચવાનો
માર્ગ ખૂલી શકશે. `ધ ટાઇમ્સ
ઓફ ઇઝરાયલ'ના હેવાલ મુજબ વિપક્ષી જોડાણ
આ પ્રસ્તાવ લાગુ કરવા માટે કાયદો લાવવા વિચારણા કરી રહ્યું છે. ઇઝરાયલમાં મતગણતરી પૂરી
થયા બાદ અરબ જોઇન્ટ લિસ્ટ યુતિને 11 બેઠક મળી છે. ઇઝરાયલમાં અરબ વસ્તીના અધિકારો માટે અવાજ ઉઠાવનાર
આ સંગઠનમાં ત્રણ જુદા-જુદા પક્ષ સામેલ છે, તેમાં અરબ ઉપરાંત યહુદી નેતાઓ પણ છે. વડાપ્રધાન નેતન્યાહુના સહયોગ પક્ષ યુનાઇટેડ
તોરાદ જુરાઇઝમે વિપક્ષી નેતા ગાદી આઈઝેનકોટને વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
હજુ મામલો ગૂંચવાયેલો છે. ઇઝરાયલના 120 સભ્યની સંસદમાં સરકાર રચવા 61 બેઠકના જાદૂઇ આંકડાથી નેતન્યાહુની પાર્ટી (53 બેઠક) આઠ અંક દૂર રહી ગઇ છે.
ગાદી આઇઝેનકોટના વિપક્ષી જોડાણ પાસે 48 બેઠક છે. આરબ પક્ષોએ સંયુક્ત રીતે 19 બેઠક કબજે કરી છે. આમ, ત્રિશંકુ સ્થિતિમાં વચલો રસ્તો કાઢવા પ્રયત્ન
થઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ ઇઝહાક હર્જોગે રાજકીય પક્ષો સાથે વિચારવિમર્શ શરૂ કર્યો છે.
જો કોઇ પક્ષ 61ની સભ્ય સંખ્યાએ
નહીં પહોંચી શકે તો થોડા મહિનામાં ફરીથી ચૂંટણી આવશે અને ત્યાં સુધી નેતન્યાહુ કાર્યવાહક
તરીકે ચાલુ રહેશે.