• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

11મા ખેલાડીએ ઉડાડયા ભારતીય બોલરના હોશ

નવી દિલ્હી, તા. 4 : ઓકલેન્ડમાં પહેલા વન ડે ઇન્ટરનેશનલ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના બોલરોને ન્યૂઝિલેન્ડના કોઈ સ્પેશિયલ બેટરે નહીં પણ બોલરે પરેશાન કર્યા હતા. ન્યુઝિલેન્ડની ટીમના 11મા બેટ્સમેન બ્લેર ટિકનરે ભારતીય ટીમને ચોંકાવી હતી. ટિકનરે એક પછી એક ચાર છગ્ગા ફટકાર્યા હતા અને સ્પેશિયલ રેકોર્ડ પણ કર્યો હતો. બ્લેર ટિકનર ભારત સામે નંબર 11એ બેટિંગ કરતા વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચની એક ઇનિંગમાં ચાર છગ્ગા ફટકારનારો પહેલો બેટ્સમેન બન્યો છે. વન ડે ઇન્ટરનેશનલના ઈતિહાસમાં આવા માત્ર ત્રણ ખેલાડી છે. મોહમ્મદ આમિરે ઇંગ્લેન્ડ સામે 2016માં ચાર છગ્ગા ફટકાર્યા હતા જ્યારે નસીમ શાહે ન્યુઝિલેન્ડ સામે 2025માં અંતિમ ક્રમે ઉતરીને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બ્લેર ટિકનરે અર્શદીપ સિંહને નિશને લીધો હતો.  અર્શદીપ ભારત માટે 38મી ઓવર ફેંકવા આવ્યો હતો અને પાંચમી વિકેટની તલાશમાં હતો. જો કે ટિકનરે એક પછી એક ત્રણ છગ્ગા ફટકાર્યા હતા અને બાદમાં ગુરનુરની ઓવરમાં એક છગ્ગો ફટકાર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd