• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા, નર્મદાનાં નીર આપવા મુદ્દે મુખ્યમંત્રીને રાવ

ભુજ, તા. 4 : કચ્છમાં દુષ્કાળ વચ્ચે પશુધન, કિસાનોની હાલત કફોડી બની છે, ત્યારે ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા પાક ધિરાણ માફ કરવા સહિત સાત પ્રશ્નો મુદ્દે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. કિસાન સંઘે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકારે કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યું છે અને સહાય જાહેર કરી છે તે અપૂરતી છે, જેથી ખેડૂતોની સાચી  પરિસ્થિતિ જાણી સહાયની રકમ વધારવા, પાક ધિરાણ માફ કરવા, પાતાળનાં પાણીના તળ નીચે જવાથી નવા બોર-કૂવા માટે  જમીન તાત્કાલિક મંજૂર કરવા માંગ કરી છે. વધુમાં નર્મદાના વહી જતા વધારાના નીર દુષ્કાળ  જેવી સ્થિતિમાં કચ્છના ડેમો ભરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે, જે મંદ ગતિએ ચાલી રહી હોઈ હાલે દુષ્કાળ હોઈ આવતાં ચોમાસાં પહેલાં યોજના મુજબ જિલ્લાના તમામ તળાવો, ડેમો ભરાય તે માટે ચાલતી કામગીરીમાં ઝડપ લાવવા, નર્મદાના નિયમિત અડધો એમ.એફ. પાણીના કામો તાત્કાલિક પૂર્ણ કરી કમાન્ડ વિસ્તારના ખેતરો સુધી પાણી પહોંચાડવા, નખત્રાણા તાલુકાના ગામોમાંથી રેલવે લાઈન તેમજ હાઈ-વે માટે ખેડૂતોની જમીનો સંપાદન કરાય છે, જેનું વળતર બજાર કિંમત મુજબ ખેડૂતોને આપવા, રેલવે લાઈન નાખવાની કામગીરીમાં ખેડૂતોની ઉપજાઉ જમીનો ઓછી આવે તે તે માટે નવેસરથી સરવે કરવા, કચ્છમાં વખતો વખત દુષ્કાળનાં પગલે ખેડૂતોની જમીનના નીલા સેઢા ન નોંધાવાના કારણે મોટા પ્રમાણમાં જમીનો સરકાર દાખલ થઈ ગયેલી છે. આવી જમીનો જે-તે ખેડૂતોનાં નામે કરવા, સરકાર દ્વારા ઉદ્યોગોને મોટા પ્રમાણમાં જમીનો અપાય છે, પરંતુ ખેડૂતોને ખેતી માટે જમીનો અપાતી નથી. આથી ખેડૂતો ખેતી માટે જમીનો આપવા સહિતના મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ ધા નખાઈ છે. રજૂઆત વખતે ભારતીય કિસાન સંઘ કચ્છના પ્રમુખ કરમણ ગોપાલ ગાગલ સહિત મોટી સંખ્યા ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd