• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

પ્રાગપરમાં કારમાંથી ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા

ભુજ, તા. 4 : મુંદરા તાલુકાના પ્રાગપર-ભુજ ધોરીમાર્ગ પર કારમાંથી 77.47 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને પોલીસે ઝડપી પાડયા હતા. ગઇકાલે રાતે પ્રાગપર પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે એક ગ્રે કલરની અર્ટિગા કાર નં. જી.જે. 12 સી.જી. 4815વાળી ભુજ તરફથી પ્રાગપર બાજુ આવી રહી છે, જે ગાંજો વેચવા આવે છે. આથી પોલીસે વોચ ગોઠવી બેરાજા હનુમાન ટેકરી પાસે બાતમીવાળી ગાડી ઊભી રખાવી તેમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 77.47 ગ્રામ કિં. રૂા. 3874, રોકડા રૂા. 1640, એક મોબાઇલ કિં. રૂા. 10,000, રોકડા રૂા. 9870  તથા અન્ય એક મોબાઇલ કિં. રૂા. 10,000 તેમજ કાર કિં. રૂા. ત્રણ લાખ એમ કુલે રૂા. 3,35,384ના મુદ્દામાલ સાથે આરોપી અલીમામદ ઉર્ફે અનવર પીરમામદ ખલીફા (રહે. પ્રાગપર, મૂળ નારણપર) અને ભીખુભા ભાણાજી રાઠોડ (રહે. કારાઘોઘા, તા. મુંદરા)ને ઝડપી એનડીપીએસ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd