• બુધવાર, 04 નવેમ્બર, 2026

સભાઈબેનની સિદ્ધિ ભારત માટે ગૌરવરૂપ

કરસન ગઢવી દ્વારા : મોટા ભાડિયા (તા. માંડવી), તા. 3 : તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ કોમનવેલ્થ કબડ્ડીની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની ભાગીદાર બનેલી ગુજરાતની એકમાત્ર ખેલાડી સભાઈબેન વાછિયાભાઈ ગઢવી પોતાના માદરે વતન મોટા ભાડિયા ગામે પહોંચતાં મોટા ભાડિયા ચારણ સમાજ અને ગ્રામજનો દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરાયું હતું. આ અવસરે યોજાયેલા સમારોહને સંબોધતાં જાણીતા કથાકાર કશ્યપ શાસ્ત્રીજીએ કહ્યું હતું કે, દેશ માટે રમવાની આંતરિક ઈચ્છા અને પાંગરતો રાષ્ટ્રપ્રેમ મા ભારતીને ગૌરવ પ્રદાન કરે છે. અખિલ કચ્છ ચારણ સમાજના ઉપપ્રમુખ દેવરાજભાઈ હરિભાઇ ગઢવીએ કહ્યું હતું કે, આ ચારણ કન્યાએ સમગ્ર કચ્છ- ગુજરાત સહિત દેશને ગૌરવ અપાવ્યું છે. જિલ્લા પંચાયત સદસ્ય વાલજીભાઈ સંઘાર, જિ.પં.ના માજી ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવી, મુંદરાના નગરપતિ ભોજરાજ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામત ગઢવી, માજી પ્રમુખ સુરેશ સંઘાર, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન છાભૈયા, કચ્છ યુવા ભાજપ પ્રમુખ રામ ગઢવી, માંડવી તા.પં. શાસક પક્ષના નેતા કીર્તિભાઈ ગોર, માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજ ગઢવી, માંડવી તા.પં.ના કારોબારી ચેરમેન બળવંતાસિંહ જાડેજા, માંડવી ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકર જોશી, ડો. ખુશાલ સંગાર, બ્રહ્મસમાજના આગેવાન મુકેશ જોશી, શેખડિયાના સરપંચ કમલેશ ગઢવી, ક્ષત્રિય સંગાર સમાજ પ્રમુખ કરસન સંઘાર, પીપરીના સરપંચ લક્ષ્મીચંદ સંઘાર, મુંબઈ ચારણ સમાજના માજી અધ્યક્ષ વાલજી કેશવભાઈ સેડા, ભુજપુરના ઉપસરપંચ માણેકભાઈ ગઢવી સહિતના આગેવાનો મંચસ્થ રહ્યા હતા. બાનાયત પરિવારના અગ્રણીઓ વાલજીભાઈ મેઘરાજ, અરજણ ડોસાભાઈ, મુરજી કરસન, ગાવિંદ આશારિયા, મોટા ભાડિયા ગૌ સેવા ટ્રસ્ટ, ગામમાં આવેલી પ્રાથમિક શાળાઓ તેમજ વિવિધ ગ્રામજનોએ દીકરીનું અભિવાદન કર્યું હતું. દેવલમા (ભાડાવાળા)એ રોકડ પુરસ્કાર રૂપિયા રૂા. 11,111 પ્રતીક ભેટ અર્પણ કરી તેમના પ્રતિનિધિઓ ખેતશી હરિભાઈ માલમ અને નાગાજણ નારાણ માલમે સન્માન કર્યું હતું. માંડવી ચારણ સમાજના પ્રમુખ મેઘરાજ ગઢવી, ધનરાજ ગઢવી (કરણી કૃપા), માંડવી તાલુકા ચારણ સમાજ પ્રમુખ પ્રભુભાઈ ગઢવી સહિતનાઓએ શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ અવસરે દીકરીના બાનાયત પરિવારના યુવા ગ્રુપ દ્વારા  ગૌમાતાના ચરણે રૂપિયા 21,251ની રાશિ અર્પિત કરાઈ હતી. બાનારત  પરિવારના યુવા અગ્રણીઓ રામ દેવરાજ, ભીમશી ભારમલ, દેવાંધ વરજાગ, વાલજી રાણશી સહિતનાઓએ આયોજન વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. સંચાલન કરસન નારાણ ગઢવી અને શ્યામ શાસ્ત્રીએ કર્યું હતું. આભારવિધિ સ્થાનિક પ્રમુખ રતનભાઇ રામભાઈ ગઢવીએ કરી હતી. આ અગાઉ બિદડા રામ મંદિરે જિ.પં. સભ્ય વાલજીભાઈ સંઘારની આગેવાની હેઠળ યોજાયેલા સમારોહમાં બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, પાંજરાપોળના પ્રમુખ શાંતિભાઈ દેઢિયા, કેશવજી મારુ, ભવાનભાઈ શાહ, માણેકભાઈ મેઘરાજભાઈ ગઢવી સહિતનાઓએ દીકરીની ગૌરવયાત્રાના વધામણા કર્યા હતા. બિદડાના રામમંદિરેથી નીકળેલી શોભાયાત્રામાં 200થી વધારે ટુ વ્હીલર અને 40 જેટલી ફોર વ્હીલર ગાડીઓએ આકર્ષણ ઊભું કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd