ભુજ, તા. 4 : તાલુકાના પાયરકાની વાડીમાં
ચોકીદારી કરતા કોડકીના 27 વર્ષીય યુવાન
કાદર હાસમ જતને દેશી બંદૂકની ગોળી માથાંમાં લાગતાં તેનું મોત નીપજ્યું હતું. ભુજ પાસેના
પાયરકાની સીમમાં વાડીમાં ચોકીદારી કરતા કાદર જત (રહે. કોડકી)ને તા. 4/11ના મધ્ય રાતે 12:30થી 1 વાગ્યા દરમ્યાન દેશી બંદૂકમાંથી વછૂટેલી
ગોળી માથાંમાં લાગતાં તેનો પિતરાઈ ભાઈ ઈમરાન જત તેને મોડી રાતે ભુજની જી. કે. જનરલ
હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની
પોલીસચોકીમાં જાહેર કરાઈ હતી. આ બનાવ અંગે તપાસકર્તા માનકૂવાના પીએસઆઈ શ્રી ધાસુરાનો
સંપર્ક કરતાં પ્રાથમિક તપાસમાં દેશી બંદૂકનું ટ્રીગર મોટું હતું. સંભવત: ચાલતાં-ચાલતાં
ટ્રીગર દબાઈ જતાં આકસ્મિક રીતે ગોળી વછૂટવાથી કાદરને માથાંમાં લાગતાં તેનું મોત નીપજ્યું
હતું.