• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

ગાંધીધામના સ્પર્ધકો પૂણે ટ્રાયથ્લોન-તરણ સ્પર્ધામાં ઝળક્યા

ગાંધીધામ, તા. 4 : પૂણે ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય તરણ તેમજ ટ્રાયથ્લોન સ્પર્ધામાં ગાંધીધામના સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. પૂણે ખાતે આયોજિત બર્ગમેન  102 (બે કિ.મી. તરણ, 80 કિ.મી. સાયકાલિંગ અને 20 કિ.મી. દોડ) સ્પર્ધામાં ગાંધીધામના ડો. દિનેશ હરાણી, જેમ્સ ઠક્કર, દેવાંશી હરાણી અને વિકાસ ચૌહાણે નિર્ધારિત આઠ કલાકની સમય મર્યાદા પહેલાં સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, જે બદલ તેમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. 500થી વધુ પ્રતિસ્પર્ધી વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ડો. દિનેશ હરાણી સૌથી વયસ્ક (67 વર્ષ) સ્પર્ધક રહ્યા હતા. આ સાથે તેઓ સમગ્ર ગુજરાતમાંથી 67+ વયે હાફ આયર્નમેન પૂર્ણ કરનારા સૌથી વયસ્ક સ્પર્ધક તથા ભારતની ત્રીજી વ્યક્તિ બન્યા છે. તેમના પત્ની શશી હરાણીએ 63 વર્ષની ઉંમરે ઓલિમ્પિક ડિસ્ટન્સ ટ્રાયથ્લોન પૂર્ણ કરી ગુજરાતમાંથી સૌથી વયસ્ક મહિલા તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, બર્ગમેન તરફથી આયોજિત તરણ સ્પર્ધામાં દેવાંશી હરાણીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે જેમ્સ ઠક્કરે પોતાની વયજૂથ કેટેગરીમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. વિકાસ ચૌહાણ, ડો.  હરાણી અને શશી હરાણીએ પણ આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની શ્રેણીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. ગાંધીધામ સ્થિત કે.ડી.બી.એ. ખાતે પ્રેક્ટિસ કરતા આ તમામ એથ્લેટ્સની ઝળહળતી સિદ્ધિ બદલ કે.ડી.બી.એ.ના વિમલ ગુજરાલ, પ્રમુખ ડો. હેમાંગ પટેલ, માનદ સચિવ દેનુ કંપાનિયા સહિત કારોબારી સભ્યો, ડીએસએ તથા અન્ય સ્પોર્ટ ક્લબો દ્વારા સ્પર્ધકોને અભિનંદન પાઠવી બિરદાવવામાં આવ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd