• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

મધ્યસત્ર ચૂંટણીમાં મૂળ ભારતીયોનો દબદબો

નવી દિલ્હી, તા. 4 : અમેરિકામાં બુધવારે યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય-અમેરિકન નેતાઓએ અનેક મહત્ત્વપૂર્ણ બેઠકો જીતી છે. આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવારોનું પ્રભુત્વ હતું, જેમણે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને રાજ્ય સ્તરે તેમની જીત મેળવી હતી. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિજેતાઓમાં પિયા દાંડિયા : તેમણે ફ્લોરિડામાં 22મા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે 51.9 ટકા મત મેળવીને કેસી અસ્કરને હરાવ્યો અને પ્રથમ વખત યુએસ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. સુષાસ સુબ્રમણ્યમ : વર્જિનિયાના 10મા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટ સુહાસ સુબ્રમણ્યમે યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં તેમની બેઠક જાળવી રાખી હતી. રો ખન્ના : કેલિફોર્નિયાના એક અગ્રણી ડેમોક્રેટિક સાંસદ રો ખન્નાએ ફરી એકવાર પોતાની બેઠક જીતી છે. પ્રમિલા જયપાલ : ભારતીય-અમેરિકન ડેમોક્રેટિકનો લોકપ્રિય નેતા પ્રમિલા જયપાલ પણ પોતાની સીટ જીતવામાં સફળ રહ્યા હતા. અમી બેરા : મૂળ ગુજરાતી અમી બેરા કેલિફોર્નિયામાં 3આરએ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટ સામે લડયા હતા અને સંસદમાં સતત આઠમી જીત માટે રિપબ્લિકન ઉમેદવારને હરાવ્યો હતો. શ્રી થાણેદાર : મિશિગનના બેઠક સાંસદ શ્રી થાણેદાર પણ તેમની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. જ્યોત સિંહ: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યોર્જિયાના સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ-97માંથી ચૂંટણી જીત્યા. તેઓ જ્યોર્જિયાની વિધાનસભામાં પહોંચનારા પ્રથમ ભારતીય-અમેરિકન અને પ્રથમ શીખ અમેરિકન બન્યા. નબીલા સૈયદ: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ઇલિનોયના સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ-26માંથી ચૂંટણી જીત્યાં. અરવિંદ વેંકટ: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે પેન્સિલવેનિયાના સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ-30માંથી ચૂંટણી જીતીને ફરી એકવાર ધારાસભ્ય બન્યા. પૂજા સેઠી: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ટેક્સાસના હાઉસ ડિસ્ટ્રિક્ટ-47માંથી ચૂંટણી જીત્યાં. રામ વિલ્લિવલમ: ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઇલિનોયના સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ-8માંથી ફરી ચૂંટાયા. - રાજ્ય સ્તરે મોટી જીત : અરુણા મિલર : મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર અરુણા મિલરે રાજ્યપાલ વેસ મૂરે સાથે રાજ્યમાં બીજી મુદત માટે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd