• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

મુંદરામાં અદાણી ગ્રુપ દ્વારા અદ્યતન ઓપરેટર કોલોનીનું નિર્માણ

મુંદરા, તા. 4 : કોઈપણ સંસ્થાની સાચી તાકાત તેના કર્મચારીઓ હોય છે. કર્મચારીઓ માત્ર સંસ્થાના વિકાસના ભાગીદાર જ નહીં, પરંતુ તેની પ્રગતિનો પાયો પણ છે. આ જ વિચારધારાને કેન્દ્રમાં રાખીને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણીના વિઝન હેઠળ મુંદરા ખાતે નવી ઓપરેટર કોલોનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોલોનીનો ઉદ્દેશ માત્ર કર્મચારીઓને રહેવાની સુવિધા પૂરી પાડવાનો નથી, પરંતુ પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા કર્મચારીઓને પણ ઘર જેવો અહેસાસ, આરામદાયક વાતાવરણ અને ગુણવત્તાયુક્ત જીવન પૂરું પાડવાનો છે. વૈશ્વિક ધોરણોને અનુરૂપ તૈયાર કરવામાં આવેલી આ નવી ઓપરેટર કોલોનીમાં 2,000 કર્મચારીઓ માટે આધુનિક સેન્ટ્રલી એરકન્ડિશન્ડ રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આગામી એકથી બે મહિનામાં આ સુવિધાની ક્ષમતા વધારીને 6,000થી વધુ કર્મચારીઓ માટે કરવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.  કર્મચારીઓને આરામદાયક અને આધુનિક જીવનશૈલી મળે તે માટે રહેઠાણમાં સેન્ટ્રલ એરકન્ડિશાનિંગ, ડિજિટલ ડોર એક્સેસ અને ફ્રી વાઈ-ફાઈ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપતાં સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા, ફાયર એલાર્મ સિસ્ટમ અને સુવ્યવસ્થિત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ કેન્ટીનમાં ન્યૂટ્રિશનિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભોજનના મેનુ મુજબ દરરોજ ચાર સમયનું પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. આરોગ્યની દૃષ્ટિએ પણ કોલોનીમાં મેડિકલ સેન્ટર કાર્યરત છે, જ્યાં પૂર્ણ સમય માટે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા કર્મચારીઓને જરૂરી તબીબી સહાય પૂરી પાડે છે. કામકાજના કલાકો બાદ કર્મચારીઓ માનસિક રીતે હળવાશ અનુભવી શકે અને પોતાના મનોરંજન તથા શારીરિક તંદુરસ્તી માટે સમય ફાળવી શકે તે માટે કોલોનીમાં ખુલ્લી અને હવા-ઉજાસવાળી જગ્યાઓ, રમતગમત માટેનું વિશાળ મેદાન તથા વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓની સુવિધા ઉપલબ્ધ છે. અદાણી ગ્રુપની આ પહેલ કર્મચારીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને જવાબદારીનું પ્રતાબિંબ છે. માત્ર કામ કરવાની જગ્યા જ નહીં, પરંતુ રહેવા માટે સુરક્ષિત, સ્વસ્થ અને સુખદ વાતાવરણનું નિર્માણ - મુંદરાની નવી ઓપરેટર કોલોની અદાણી ગ્રુપના `ઙયજ્ઞાહય શિતાિં' અભિગમ અને કર્મચારી કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd