આધુનિક
સમયમાં ટેક્નોલોજીનું ચલણ દિવસો દિવસ વધી રહ્યંy છે. આજકાલ
ચર્ચાની એરણે ચડેલા આર્ટિફિશિયલ એન્ટેલીજન્સનો જેટલી ઝડપ સાથે ઉપયોગ વધી રહ્યો છે, એનાથી વધુ ઝડપે તેનો દુરુપ્યોગ
પણ વધી રહ્યો છે. આજકાલ કામકાજથી માંડીને રોજિંદા
વહેવારોમાં ટેક્નોલોજીનો ઉપયોગ પ્રચલિત બન્યો છે, ત્યારે આ ઉપયોગ
સાથેની સલામતી અને વપરાશમાં સરળતાની અનિવાર્યતા પણ વધી રહી છે. સાયબર અસલામતીના મામલામાં ઓનલાઈન ઠગાઈ ચિંતાજનક
સ્તરે પહોંચી છે તેવામાં હવે સાયબર હુમલાનાં જોખમો પડકારરૂપ બની રહ્યાં છે. સંચાર અને સંપર્કના જમાનામાં ઈન્ટરનેટના ઉપયોગને
અંકુશમાં મૂકી શકાય તેમ નથી, પણ હવે આ ઉપયોગ સતત જોખમી બની રહ્યો
છે. માઈક્રોસોફ્ટના 2026ના
ડિજિટલ સલામતીને લગતા અહેવાલમાં કરાયેલો દાવો ખરા અર્થમાં ચોંકાવનારો છે. આ અહેવાલ મુજબ ભારત સાયબર હુમલાથી અસર પામેલા ટેચના
દેશોની યાદીમાં સાતમા ક્રમે છે. ભારત ઉપરાંત
અમેરિકા, જાપાન,
ફ્રાંસ જેવા વિકસિત દેશો પણ આ સાયબર પડકારનો સામનો કરી રહ્યા છે. આ સંદર્ભમાં
ભારતની સાયબર સલામતી એજન્સી સઈઆરટીએ ગયા સપ્તાહે ગંભીર ચેતવણી જાહેર કરી હતી. આ ચેતવણીમાં એમ કહેવાયું છે કે, એઆઈ આધારિત સ્વાયત્ત એજન્ટો કોઈ આગોતરી મંજૂરી લીધા વગર ભારતીય સંગઠનોની સક્રિય
સિસ્ટમો અને ગુપ્ત ડેટા સુધી પહોંચી ગયા છે.
વળી, આ હુમલા એટલા બધા જટિલ અને ગુપ્ત હતા કે, એઆઈ મોડલ બનાવતી કંપનીના આંતરિક ઓડિટમાં તેનો ઘટસ્ફોટ થયો હતો. સરકારી આંકડા
મુજબ ભારતમાં સાયબર હુમલાની સંખ્યા સતત વધી રહી છે. આવા હુમલાની સાપ્તાહિક સરેરાશ દેશ સંસ્થા (સરકારી
વિભાગ) સહિત સરેરાશ 3,19પને
આંબી ગઈ છે. સાયબર ગુનામાં હવે એઆઈના વધી રહેલા ઉપયોગે જોખમ વધાર્યું છે. આને લીધે સાયબર ધાડથી માંડીને હેકિંગ સુધીના ગુનામાં
દોષીઓને તેના ગુના વધુ સરળ જણાઈ રહ્યા છે.
આમ તો સાયબર સલામતીના મામલામાં એઆઈના આધારે થતી છેતરપિંડી વધુ સરળ બની રહી છે. આમ તો ટેક્નોલોજીના સતત વિકાસમાં ઈન્ટરનેટનો ઉપયોગ
અનિવાર્ય બની ગયો છે. આવામાં સાયબર હુમલાને
રોકવાની કોઈ આશા હાલના સજોગોમાં જણાતી નથી. હાલત એવી છે કે, સાયબર આધારિત ટેક્નોલોજીના
ઉપયોગ માટેની સલામતીના સોફ્ટવેર જોતજોતામાં જૂના અને નકામા બની જાય છે. આવામાં ટેક્નોલોજીનો
તેમાં પણ ખાસ તો એઆઈનો ઉપયોગ વધારી રહેલાઓએ પુરી રીતે તાલીમબદ્ધ અને જાગૃત થવાની જરૂરત છે. ખાસ તો એઆઈ સહિતના સાયબર સાધનોમાં રોજબરોજના
નવા સંસ્કરણો શોધાતા રહે છે. સાયબરનો ઉપયોગ
કરનારાએ પોતાની જ્ઞાન, અનુભવ અને કાબેલીયતને સતત અપડેટ રાખવા
માટે પણ સાવચેત રહેવાની જરૂરત છે. આજે સાયબર અસલામતીના કિસ્સા સતત સામે આવતા રહે છે.
નાની અમથી ગફલત ઠગાઈનો ભોગ બનાવી દેતી હોય છે. હવે આ યાદીમાં એઁઆઈ આધારિત હેકિંગના
સાયબર હુમલાનું જોખમ ઉમેરાયું છે. આમ આવનારો સમય સાયબર સલામતી તરફ સતત સજાગ રહેવાનો
છે.