ભુજ, તા. 4 : બે દિવસ પૂર્વે ભુજની આરટીઓ
કચેરી બહાર ફરિયાદીને ગાળો આપી તેની ગાડીમાં છરીથી ચેકા કરતાં નુકસાન થયું હતું અને
ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે મામદ મુસ્તાક
નોતિયાર (રહે. દયાપર, તા. લખપત)એ
નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉની બોલાચાલીના મનદુ:ખમાં ગત તા. 2-11ના ફરિયાદીને આરોપીઓ મહેબૂબ જુમા પંખેરિયા, અનસ સમેજા, ધર્મેન્દ્ર
ડુડિયા તથા તપાસમાં જે નીકળે તેણે ગાળાગાળી કરી ફરિયાદીની ફોર વ્હીલર ગાડીમાં છરીથી
ચેકા મારી ગાડીમાં નુકસાન કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે વિવિધ
કલમો તળે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી છાનબીન આદરી છે.