નવી દિલ્હી, તા. 4 : ટીમ ઇન્ડિયા
અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ વન ડે રમાઈ હતી. મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે
ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી અને કેપ્ટનના નિર્ણય ઉપર બોલરો ખરા ઉતર્યા હતા. આ દરમિયાન ન્યૂઝિલેન્ડની ટીમને સૌથી મોટો ઝટકો રોહિત
શર્માએ આપ્યો હતો. 39 વર્ષની ઉંમરે
રોહિતે ચિત્તા જેવી સ્ફૂર્તિ બતાવીને ડેરિલ મિચેલને ચાલતો કર્યો હતો. રોહિતની ફિલ્ડિંગની
મિચેલ પણ ચોંકી ગયો હતો. મિચેલ પહેલી વખત વન ડેમાં રનઆઉટ થયો હતો. હકીકતમાં ન્યૂઝિલેન્ડની
ઇનિંગની 22મી ઓવર ચાલી રહી હતી અને ચાર વિકેટ થઈ હતી.
22મી ઓવરના પહેલા બોલે ગ્લેન ફિલિપ્સ ક્રિઝ
ઉપર હતો. તેણે ઓન સાઇડમાં શોટ રમ્યો હતો અને રન દોડયો હતો. જો કે સામા છેડેથી મિચેલ ક્રિઝમાં અંદર પહોંચે તે
પહેલા જ રોહિત શર્માએ ચપળતા બતાવી હતી અને બાકીનું કામ કે એલ રાહુલે કર્યું હતું. જેનાં
પરિણામે મિચેલ વનડેમાં પહેલી વખત રનઆઉટ થયો હતો.