વિશેષ પ્રતિનિધિ તરફથી : નવી દિલ્હી, તા. 4 : દેશના રાજકારણમાં
બુધવારે મતદાર યાદીના વિશેષ સઘન પુનનિરિક્ષણ (એસઆઇઆર), ચૂંટણી પારદર્શકતા અને વિપક્ષના વિરોધ પ્રદર્શનોને
લઈને રાજકીય ધમાસાણ યથાવત રહ્યુ હતું. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના સંસદમાં ચર્ચા
કરવાના પડકાર પર તૃણમુલ કોંગ્રેસે જૂના સંસદના ઘટનાક્રમનો હવાલો આપીને સરકારને ઘેરી
હતી. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંજાબના સંગરૂરમાં આયોજીત ઇન્સાફ રેલીમાં
દરમિયાન નશાના મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ પર નિશાન સાધ્યું. ભાજપે વિપક્ષના વિરોધ
પ્રદર્શનોના કથિત વિદેશી સંબંધોની તપાસની માંગ ઉઠાવી. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ભાજપે
લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન હેઠળ પદયાત્રા યોજી. આ
દરમિયાન કેન્દ્ર સરકારે ઊર્જા સંગ્રહ પરિયોજનાઓ માટે 14500 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી
આપી, જ્યારે પુણેમાં મેટ્રોની પિંક લાઇન પર મુસાફર
સેવાઓ પણ શરૂ થઈ ગઈ. એસઆઇઆર પર સંસદમાં ચર્ચાનો પડકાર, અમિત શાહના
નિવેદન પર રાજકીય ટકરાવ મતદાર યાદીના વિશેષ
સઘન પુનરીક્ષણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને
સંસદમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો. તેમણે બીજી નવેમ્બરે હૈદરાબાદમાં ભાજપના
'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન દરમિયાન કહ્યું હતું કે સરકાર એસઆઇઆર, ઇવીએમ અને ઘૂસણખોરો જેવા મુદ્દાઓ
પર ચર્ચા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા તૈયાર છે. શાહે કોંગ્રેસ નેતા અને લોકસભામાં
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પડકાર આપતાં કહ્યું કે તેઓ સંસદમાં આવીને આ મુદ્દાઓ
પર ચર્ચા કરે. તેમણે વિપક્ષ પર સંસદની કાર્યવાહી ખોરવવાનો અને રાજકીય મુદ્દાઓને રસ્તા
પર લાવવાનો પણ આરોપ લગાવ્યો. ડેરેક ઓબ્રાયનનો પલટવાર, 2025ની સંસદીય કાર્યવાહીનો વીડિયો
શેર કર્યો અમિત શાહના પડકાર બાદ તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓબ્રાયને સરકાર
પર વળતો પ્રહાર કર્યો. તેમણે ચોથી નવેમ્બરે રાજ્યસભાની પહેલી ડિસેમ્બર 2025ની કાર્યવાહીનો આશરે બે મિનિટનો
વીડિયો શેર કર્યો.