• બુધવાર, 04 નવેમ્બર, 2026

IOA એથ્લેટ્સ કમિશનમાં પીવી સિંધુ અને મીરાબાઈ ચાનુ બિનહરીફ ચૂંટાયા

નવી દિલ્હી, તા. 3 : ભારતીય ઓલિમ્પિક સંઘના એથ્લેટ્સ કમિશનની ચૂંટણીમાં મંગળવારે ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. જેમાં ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુ અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ સહિત તમામ 10 ખેલાડીઓ બિનહરીફ ચૂંટાયા છે. પૂર્વ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ સુધા સિંહે સોમવારે મોડી રાત્રે ઉમેદવારી પાછી ખેંચી લેતાં ચૂંટણીની જરૂર પડી નહોતી. આ અગાઉ સ્ટાર શટલર કિદામ્બી શ્રીકાંતે પણ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. જેથી 10 બેઠકો સામે 5 પુરૂષ અને 5 મહિલા સહિત કુલ 10 જ ઉમેદવારો મેદાનમાં બચ્યા હતા. રિટર્નિંગ ઓફિસર સંજય કે શ્રીવાસ્તવે તમામની બિનહરીફ વરણી જાહેર કરી હતી.  કમિશનના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આઈઓએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય બનશે. આ ઉપરાંત એક મહિલા અને એક પુરૂષ સભ્યને જનરલ બોડીમાં વાટિંગ અધિકાર મળશે, જેઓ 5 ડિસેમ્બરે યોજાનારી આઈઓએ ચૂંટણીમાં કમિશનનું પ્રતિનિધિત્વ કરશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd