• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

વડાપ્રધાન નરન્દ્રભાઇ મોદીએ કચ્છી અજરખ કળાને વખાણી

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 4 : કેવડિયા નર્મદા ખાતે યોજાયેલા ભારતપર્વ મેળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુલાકાત દરમ્યાન કચ્છી હેન્ડીક્રાફટસના સ્ટોલમાં કચ્છી કારીગરની પ્રશંસા કરી અજરખ કળાને વખાણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કચ્છ અને કચ્છી કળા પ્રત્યે અનેરો પ્રેમ છે અને કચ્છી હસ્તકળાને વધુને વધુ પ્રોત્સાહન વડાપ્રધાન થકી મળી રહ્યું છે. કેવડિયા નર્મદા ખાતે ભારત પર્વ નિમિત્તે યોજાયેલા ભારત પર્વ મેળામાં કચ્છના એકમાત્ર કચ્છી હેન્ડીક્રાફટસ હસ્તકળાના ધમડકાના ખત્રી અબ્દુલા સુમારના કચ્છી અજરખના સ્ટોલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવ્યા હતા અને કચ્છની અજરખ કળા વખાણી હતી અને કચ્છી અજરખનો વેપાર કેવો ચાલે છે તે અંગે માહિતી મેળવી હતી તેમજ કચ્છી હસ્તકલાને પ્રોત્સાહન આપ્યું હતું. કચ્છી અજરખ ખૂબ સારી હોવાનું જણાવ્યું હતું. સ્ટોલ પર આવેલા વડાપ્રધાન  શ્રી મોદીનું કચ્છી અજરખનો શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd