• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

નાના વરનોરામાં મકાનમાં ચાલતાં કતલખાના પર એલસીબીનો દરોડો

ભુજ, તા. 4 : તાલુકાના નાના વરનોરાનાં મકાનમાં ચાલતાં કતલખાના ઉપર આજે એલસીબીએ દરોડો પાડી 150 કિ.ગ્રા. ગૌમાંસ તથા કતલનાં સાધનો અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે દરોડા દરમ્યાન આરોપીઓ હાજર મળ્યા ન હતા. બાતમીના આધારે આજે સાંજે એલસીબીએ નાના વરનોરામાં આરોપી ઇબ્રાહીમ ઇશા અબડાનાં રહેણાંક મકાન ખાતે દરોડા પાડતાં ત્યાંથી 150 કિ.ગ્રા. ગૌવંશનું માસ કિં. રૂા. 15000, લાકડાંનો ટુકડો, એક કોથળો,  એક કુહાડી, નાની-મોટી ત્રણ છરી, એક મોબાઇલ કિં. રૂા. 5000 અને સ્વિફ્ટ કાર નં. જીજે-16-બીબી-7933 કિં. રૂા. એક લાખ એમ કુલ રૂા. 1,20,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમ્યાન આ કામના આરોપીઓ ઇબ્રાહીમ ઇશા અબડા, ખાલીદ ઇશા અબડા, ઓસમાણ ગની ઉર્ફે કારો ઇસ્માઇલ મમણ (રહે. ત્રણેય નાના વરનોરા) તથા તપાસમાં જે નીકળે, તે હાજર મળ્યા ન હતા. એલસીબીએ આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસ મથકે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો અને પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd