લંડન, તા. 31 : શ્રેણીની નિર્ણાયક પાંચમી અને
અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે મુશ્કેલ પીચ પર પ્રથમ દાવમાં ઉતરેલા ભારતીય બેટધરો સંઘર્ષની
સ્થિતિમાં મુકાયા હતા અને ટીમે .... વિકેટે ... રન કર્યા હહતા. કરુણ નાયર ... રને તથા
વોશિંગ્ટન સુંદર ... રને દાવમાં હતા. ભારતીય બેટ્સમેનોએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી
હતી . સુદર્શને 38 રનનું યોગદાન
આપ્યું હતું તો ગિલ 21 રને રનઆઉટ
થયો હતો. અગાઉ વરસાદના વિઘ્ન વચ્ચે શરૂ થયેલી પાંચમી અને નિર્ણાયક ટેસ્ટમાં ભારતીય
ટીમ ભીંસમાં મુકાઇ હતી. પહેલા દિવસની રમતની આખરી કલાકમાં ભારતના પ વિકેટે 132 રન થયા હતા. કપ્તાન શુભમન ગિલ
(21)નું રનઆઉટ થવું ટર્નિંગ પોઇન્ટ
બની રહ્યો હતો. સાઇ સુદર્શને 108 દડામાં 6 ચોગ્ગાથી 38 રનની ઇનિંગ્સ રમી હતી. યશસ્વી
(2), રાહુલ (14), રવીન્દ્ર (9) નિષ્ફળ રહ્યા હતા. નાયર 16 અને જુરેલ 4 રને રમતમાં હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગને
બે વિકેટ મળી હતી. આજે એક શ્રેણીમાં ભારતીય ટીમે પોતાના જૂનો કુલ 3270 રનનો રેકોર્ડ તોડયો હતો. ઇંગ્લેન્ડના
ઇનચાર્જ કેપ્ટન ઓલિ પોપે ઓવલની ઘાસવાળી પિચ પર બોલિંગ પસંદ કરી હતી. ભારતીય કપ્તાન
શુભમન ગિલે શ્રેણીના તમામ પાંચેય મેચમાં ટોસ ગુમાવ્યો હતો. ભારતે દાવની ચોથી ઓવરમાં
જ ઇનફોર્મ ઓપનર યશસ્વી જયસ્વાલ (2)ની વિકેટ
ગુમાવી હતી. તેને ગસ એટકિંસને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો
હતો, આ પછી ડીઆરએસમાં જયસ્વાલ આઉટ જાહેર થયો હતો.
કેએલ રાહુલ ક્રિઝ પર સેટ થયો હતો પણ બહાર જતા દડાને છેડવા જતાં તેણે વિકેટ ગુમાવી હતી.
બોલ તેના બેટને અડીને સ્ટમ્પમાં ગયો હતો. રાહુલે 40 દડામાં 14 રન કર્યાં હતા. તેની વિકેટ
વોકસને મળી હતી. વરસાદને લીધે લંચ વહેલો જાહેર કરાયો હતો. ભોજન વિરામ પછી ભારતને મોટો
ફટકો પડયો હતો. કપ્તાન ગિલ સારા ફોર્મમાં રમી રહ્યો હતો ત્યારે જ તે ભુલ કરી બેઠો હતો.
સામે છેડે જ બોલ હોવા છતાં તે રન માટે દોડયો હતો અને બોલર એટકિંસને સીધો થ્રો કરી રન
આઉટ કર્યો હતો. ગિલે 3પ દડામાં
4 ચોગ્ગાથી 21 રન કર્યા હતા. ભારતના 29 ઓવરમાં 3 વિકેટે 8પ રન થયા હતા. ત્યારે ફરી વરસાદને લીધે રમત અટકી ગઇ હતી. આથી
ચાનો વિરામ જાહેર કરી દેવામાં આવ્યો હતો.