નવી દિલ્હી, તા. 31 : દેશભરના ટોલનાકા
પર દરરોજ 168 કરોડની કમાણી થતી હોવાની વિગતો
લોકસભામાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આપી હતી. એક મીડિયા હેવાલ મુજબ, સાંસદ દરોગાપ્રસાદ સરોજે પૂછેલા પ્રશ્નનો જવાબ
આપતાં મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં 1087 ટોલનાકામાં દરરોજ 168 કરોડની કમાણી થાય છે. કેન્દ્ર
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ટોલ વસૂલીનો ઉપયોગ સરકાર નવા માર્ગો બનાવવા કે રસ્તાનું સમારકામ કરવા માટે કરે છે. સરકારી કે ખાનગી પરિયોજનાઓ અનુસાર
ટોલની અવધિ અને દર નક્કી થાય છે. તે સાથે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ટોલ ફ્રી કરવાની સરકારની કોઈ યોજના નથી.