નખત્રાણા, તા. 31 : મેઘરાજાની મહેરથી નખત્રાણા તાલુકાના માકપટના સીમાડા ડુંગર વનસ્પતિ-ઘાસચારાની
હરિયાળીથી ખીલી ઊઠયા છે એટલું જ નહીં પણ એવી અનેક વન્ય મેવાની વસ્તુઓની ઉપજ એ એક કુદરતની
વનસ્પતિનાં દર્શન કરાવે છે. તળપદી ભાષામાં
કહેવાતા કુંઢેર, ધોધા, ગાંગિયા (કંગણી)નો આસ્વાદ અનેરો છે. જ્યારે ભાદરવા માસમાં પાકતા લિયાર,
લુસ્કા, કુંઢેરિયા જેવી વન્યરાજની પ્રસાદી સારા
પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે કોઈ રોજીરોટી રળવા માટે વિતેલા વર્ષો - જૂના સમયમાં
સીમાડાની પેદાશો લાકડાં, ઘાસચારો, વન્ય
ફળો કાપી ઉતારીને ગુજરાન ચલાવતા, તે સમયે પ્રત્યેક મોસમમાં સીમાડા-જંગલમાં
વન્ય મેવા વીણી લેવાના હોય છે. જરૂરતમંદ પરિવારોનું ગુજરાન ચાલતું જ્યારે વર્તમાન વૈજ્ઞાનિક,
અન્ય વિકસિત વ્યવસાયમાં ધંધા-રોજગારની કોઈ કમી ન હોઈ શ્રમજીવી વર્ગે
પોતાની વ્યાવસાયિક કાર્યશૈલી બદલતાં વન્ય ફળ-ફૂલ જાહેરમાં મળવા દુર્લભ બન્યા છે. સીમાડા-ડુંગરોમાં
ઊપજતા ઔષધિયુકત વન્ય ફળો માનવ આરોગ્ય અને પશુ-પક્ષી જાનવરો માટે આશીર્વાદ રૂપ બને છે,
તેવું આ તળપદી વનસ્પતિ એકઠી કરનારાઓએ જણાવ્યું હતું. (તસવીર - હેવાલ : છગનભાઈ ઠક્કર)