નલિયા, તા. 31 : અબડાસા સરપંચ સંગઠન દ્વારા
વિવિધ માગણી બાબતે તા. 31/7ના યોજાનાર
ધરણા પ્રદર્શન મોકૂફ રખાયા હતા. તાલુકા સરપંચ સંગઠન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને
વિવિધ 12 માગણીની રજૂઆત સાથે આવદનપત્ર
અપાયું હતું અને માગણીઓ નહીં સંતોષાય તો અબડાસા તા.પં. કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજવા
જણાવાયું હતું, પરંતુ આજે તા.પં. પ્રમુખ
મહાવીરસિંહ જાડેજા અને સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા સાથે બેઠક યોજાઇ હતી,
જેમાં મહાવીરસિંહે જણાવ્યું કે, તાલુકા કક્ષાની
જે માગણી હતી તે પૂર્ણ થઇ છે અને જિલ્લા કક્ષાની માગણીઓનો તાત્કાલિક ધોરણે નિર્ણય આવી
જશે. તાલુકા કક્ષાની માગણીઓમાં એસડીએમ શાખાનાં કામોનું પેમેન્ટ તેમજ જેમ આઇડીમાંથી
નાની ખરીદી કરવા, પીએમ આવાસ યોજનાના પ્રશ્નનોનું નિરાકરણ આવતાં
ધરણા પ્રદર્શન મોકૂફ રખાયું હતું. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી સુનીલભાઇ ચૌધરી,
એટીડીઓ અર્જુન આહીર તેમજ જયદેવસિંહ જાડેજા, વિનેક
ડાભી, ગોપાલ ગઢવી સહિતના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા.