• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભુજની નવા નાગોર ઓવરબ્રીજ પર બે ટ્રેઈલર અથડાયા

ભુજ, તા. 31 : કરોડોના ખર્ચે ભીમાસર-ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યો છે. જેમાં ભીમાસરથી શેખપીર સુધી કામ પૂર્ણ થયા બાદ નળ સર્કલથી નાગોર વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે. આ માટે સુરલભીટ્ટ પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. જેનું કામ પૂર્ણ થતા હાલમાં વાહનો દોડી રહ્યા છે. આજે સવારે બે ટ્રેઈલર ધડાકાભેર અથડાયા હતા. જેમાં ચાલકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.  સામ સામે ટ્રેઈલર ભટકાતા ચાલક ગાડીની અંદર ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતા ભુજ ફાયર બ્રિગેડ, સિટી ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી ગયા અને ચાલકને બહાર કાઢયો હતો. એક ટ્રેઈલરનો ચાલક બહાર નીકળ જતા 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અન્ય વાહન ચાલક ફસાઈ જતા ફાયર બ્રિગેડ ટીમના મામદભાઈ જત, જગદિશભાઈ દનિચા, રફીકભાઈ ખલીફા, સત્યજીતાસિંહ ઝાલા, જિજ્ઞેશભાઈ જેઠવાએ રેસ્ક્યુ કરી બહાર કાઢયા હતા. ઈજાગ્રસ્ત ચાલક દિનદયાળ મણીચંદ અને રામજીભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં બ્રીજ નીચે આગામી સમયમાં તમામ પ્રકારના ભારે વાહનો આ રોડ પરથી ડાયવર્ટ કરવાનું આયોજન છે ત્યારે અકસ્માતો વધે તે પહેલાં રોડ સેફટી માટે જરૂરી કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. 

Panchang

dd