દુધઈ (તા.અંજાર), તા. 31 : અંજાર તાલુકાનાં
ચાંદ્રાણીમાં ગૌસેવા સમિતિ દ્વારા ગૌસેવા માટે અનોખી સેવા કરવામાં આવી હતી. સંસ્થાના
સભ્યો અને ગ્રામજનોએ ગામની ગૌચર જમીન ઉપર ઘાસચારાની વાવણી કરી હતી. ગૌસેવા સમિતિની આગેવાની
તળે ગામની સીમમાં આવેલા 150 એકર ગૌચર
જમીન ખેડીને ચરિયાણ માટે ઘાસચારાની વાવણી કરવામાં
આવી હતી. આ અનોખા સેવાકીય યજ્ઞમાં ગામના ગૌપ્રેમીઓ જોડાયા હતા. આ પ્રકલ્પમાં રમેશ
રાધુ હુંબલ, ધનજી સામત હુંબલ,
કુણાલ કાનજી હુંબલ, શંભુ રાધુ હુંબલ, ધનજી સામત હુંબલ, ભરત અરજણ હુંબલ, પ્રવીણ હુંબલ, કરણ કરશન મ્યાત્રા, રમેશ મેમા હુંબલ, ધનજી તેજા હુંબલ, રમેશ માદેવા હુંબલ, સામજી કાના મરંડ, રાજેશ અરજણ હુંબલ, રાહુલભાઈ, રવજી
તેજાભાઈ હુંબલએ પોતાનાં ટેકટર સાથે સેવા આપી
હતી. યુવાઓની આ કામગીરીને ગૌસેવા સમિતિના પ્રમુખ
રમેશભાઈ, ઉપપ્રમુખ નીલેશભાઈ, હમીર હુંબલ,
ગોવિંદ માસ્તર સહિત આ સેવાને
બિરદાવી હતી. કૃષ્ણ ગૌસેવા સમિતીના તથા સેવાભાવી યુવાઓની આ સેવાને બિરદાવવામાં આવી
હોવાનુ એક યાદીમાં જણાવાયું હતું.