• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

સોના-ચાંદીના ભાવો ઘટયા

મહિલાઓ માટે દાગીનાના સ્વરૂપમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું સોનું આધુનિક સમયમાં રોકાણ માટેનું માધ્યમ બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવો આસમાનને આંબી રહ્યા છે, ત્યારે આ વખતે અંદાજપત્રમાં સોના અને ચાંદી પરની આયાત ડયૂટી ઘટાડીને રોકાણકારો અને મહિલાઓને મોટી રાહત આપી છે.  હવે મહિલાઓ સોનાના ભાવો ઘટવાને લીધે દાગીના બનાવડાવતી વેળાએ હળવાશ સાથે નિર્ણય લઇ શકશે. સોના અને ચાંદીની આયાત ડયૂટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરી નખાતાં ભાવો ઘટવા શરૂ થઇ ગયા છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલાં સાતમા બજેટમાં સોના અને ચાંદી પરની આયાત ડયૂટી ઘટાડીને મહિલાઓને અનોખી ભેટ આપી છે. બજેટ જાહેર થયાના ગણતરીના દિવસોમાં સોનાના ભાવોમાં પ,000 રૂપિયાનો અને ચાંદીમાં 6,400 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે.  આયાત ડયૂટીમાં ઘટાડાની જાહેરાત સાથે 23મી જુલાઇએ ભાવોમાં 3,616 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે 24મીએ 451 અને 25મીના 974 રૂપિયાનો ઘટાડો ભાવોમાં નોંધાયો હતો. એ જ રીતે ચાંદીના કિલોના ભાવ ઘટીને 81,801 થઇ ગયા છે. જો કે, આ વર્ષ દરમ્યાન સોના અને ચાંદીના ભાવોમાં ભારે ઊછાળો નોંધાયો હતો. સોના ભાવ આ વર્ષે 4,800 જેટલા વધ્યા હતા, તો ચાંદી વર્ષના આરંભે 73,395 પર હતી, તેમાં 8,400 જેટલો વધારો વર્ષ દરમ્યાન થયો હતો.  સ્પષ્ટ છે કે ,આયાત ડયૂટીમાં ઘટાડાની સારી અસર વર્તાવી શરૂ થઇ ગઇ છે. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, જેનો લાભ ભારતના વપરાશકારો સુધી પહોંચી રહ્યો છે. અત્યારે ગ્રાહકો માટે રાહતરૂપ બની રહેલો ભાવ ઘટાડો લાંબો સમય ચાલે એવી આશા કેટલી ફળીભૂત થાય છે, તે જોવાનું રહેશે.  ભાવ ઘટાડાની સાથે માંગ વધશે તે સાથે ભાવો ફરી ઊંચકાવા લાગશે એવો સાદો સિદ્ધાંત આ કિંમતી ધાતુઓ સાથે પણ લાગુ પડી શકે છે. વળી  દેશમાં તહેવારો અને લગ્નોની મોસમ બેસવાની તૈયારીમાં છે, તેવા સમયે સોના અને ચાંદીના દાગીનાની માંગ સ્વાભાવિક રીતે વધી જશે, એટલે ભાવોનો ઘટાડો કાયમી રહે તેમ જણાતું નથી. હાલત એવી હતી કે, બજેટ અગાઉ સોના-ચાંદી બજારમાં ઘરાકી નીકળી હતી. ગ્રાહકો અને વેપારીઓને એમ હતું કે, સોનું મોંઘું થઇ શકે છે, પણ સરકારે આયાત ડયૂટીમાં અણધાર્યો ઘટાડો કરીને સૌને રાજી કરી દીધા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આયત ડયૂટી ઘટવાની સાથે હવે દાણચોરીમાં ઘટાડો થઇ  શકે છે. ડયૂટી ઓછી થવાથી દાણચોરી કરવાનો ફાયદો સાવ ઘટી જશે. આવામાં ગેરકાયદેસર રીતે સોનું લાવતા પ્રવાસીઓને દેશ અને વિદેશ વચ્ચેના ભાવોમાં હવે નજીવો ફર્ક રહેશે. આમ નાણાંમંત્રીએ યોગ્ય પગલું લીધું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024