• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

સામંતવાદી મનોવૃત્તિ

બેંગ્લોરના એક મૉલમાં એક ખેડૂતને ધોતિયું પહેરીને પ્રવેશ કરવાથી રોકવાની ઘટના પરથી લાગે છે કે આજે પણ ઊંચ-નીચનો ભેદ રાખનારાઓની કમી નથી. આપણું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. કોઈ પણ આધાર પર બંધારણ ભેદભાવ રાખવાની અનુમતિ નથી આપતું. એ વાત સાચી છે કે બંધારણ પ્રતિ આ અધિકારે આમ ભારતીયોને વ્યાપક શક્તિ આપી છે. ચિંતાની વાત એ છે કે બંધારણનું અપમાન કરતા ભેદભાવના એવા એવા માપદંડો નક્કી કરી નાખવામાં આવે છે કે ક્યારેક ક્યારેક લાગે છે કે શું આવો વર્તાવ કરવા માટે આપણને સ્વતંત્રતા મળી હતી. ક્યાંય પણ વ્યક્તિથી વ્યક્તિનો ભેદ થવા લાગે, ઊંચ-નીચનું વર્તન થવા લાગે અને કોઈ પણ ખુદને સૌથી ઉપર માનતા બંધારણની ભાવનાઓની વિપરીત માપદંડ નક્કી કરી દે તો કેવી રીતે કહી શકાય કે આવા લોકો પ્રગતિશીલ દેશના નિવાસી છે. મૉલમાં ધોતિયું પહેરેલી વ્યક્તિને પ્રવેશથી રોકવાની ઘટના અંગ્રેજોની સંસ્કૃતિ જ દર્શાવે છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં બેંગ્લોરમાં જ મેટ્રો ટ્રેનમાં એક વ્યક્તિને મેલાં કપડાંના કારણે બેસવાથી રોકવામાં આવ્યો હતો. આ વર્તન માણસાઈના નામ પર કલંક છે. અંગ્રેજો ભારતના લોકો સાથે ભેદભાવભર્યું વર્તન કરતા કેમ કે આપણે તેમના ગુલામ હતા, પણ દેશનો એક નાગરિક બીજા સાથે આ પ્રકારનું વર્તન કેવી રીતે કરી શકે? સ્વતંત્રતા પહેલાં આપણે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસનો પ્રવાસ કરવાના અધિકાર માટે તરસતા હતા. વિદેશોમાં અનેક સ્થળોએ આપણો પ્રવેશ વર્જિત હતો. પણ એક સ્વતંત્ર દેશમાં એક ભારતીયોને ફક્ત વત્રના કારણે જ મૉલમાં પ્રવેશ તો ક્યાંક મેટ્રો રેલમાં બેસવા રોકવામાં આવે તો આને શું કહીશું? એ જ ને કે સામંતવાદી માનસિકતા હજી સુધી ગઈ નથી. મેટ્રો રેલવે પ્રકરણમાં દોષીઓ પર કાર્યવાહી થઈ છે, જે મૉલમાં ખેડૂતને પ્રવેશથી રોકનારને પણ સાત દિવસની જેલની સજા થઈ છે અને મૉલના સંચાલક સામે ગુનો નોંધાયો છે પણ એ અપમાનનું શું જે ખેડૂતોએ સહન કર્યું છે. બન્ને પ્રકરણમાં સંતોષની વાત એ છે કે આખા દેશમાં આવા વર્તન વિરુદ્ધ આકરા પ્રત્યાઘાત ઉમટયા છે પણ બીજા દેશોમાં આવી મનોવૃત્તિને કારણે ભારતની જે છબી બને છે તેનું શું? ભેદભાવની માનસિકતાવાળા વિચારને જડમૂળથી ઉખેડી ફેંકવાની આવશ્યકતા છે. સજાની આકરી જોગવાઈ જ પૂરતી નથી, આના પર અમલ પણ થવો જોઈએ. શિક્ષણનો પ્રસાર અને સંસ્કારોની જાગરૂકતાના પ્રયાસ પણ એટલા જ વેગથી થવા જોઈએ. જે લોકો આવું વર્તન કરે છે તેમને સખત સજા આપીને એ સંદેશ તો આપવો જ પડશે કે સમાજમાં ભેદભાવને સ્થાન નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024