ભુજ, તા. 14 : અહીંના વાગડ બે ચોવીસી સ્થાનકવાસી
જૈન યુવક મંડળ દ્વારા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં
ચાર કેટેગરીની 42 ટીમમાં 10થી 67 વર્ષની વયના 361 સ્પર્ધકે ભાગ લીધો હતો. કેટેગરીમાં મહાવીર ઈલેવન ચેમ્પિયન તથા
ગલી બોયઝ રનર્સ-અપ રહી હતી. પ્લેયર ઓફ ધ મેચ રમ્ય દોશી, બેસ્ટ બેટ્સમેન નીલ મહેતા, બેસ્ટ બોલર શ્રેણિક દોશી તથા પ્લેયર ઓફ ધ સિરીઝ મયૂર મહેતા રહ્યા હતા. મેલ
એબોવ 45 કેટેગરીમાં લવલી સ્ટ્રાઈકર
ચેમ્પિયન તથા ફ્રેન્ડસ ઈલેવન રનર્સ-અપ રહી હતી. પ્લેયર ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર રાજુભાઈ
પારેખ, બેસ્ટ બેટ્સમેન સંજય મોરબિયા તથા પ્લેયર ઓફ
ધ સિરીઝ નિપુલ મહેતા રહ્યા હતા. મહિલા કેટેગરીમાં રૂશ્વી ફાઈટર્સ ચેમ્પિયન તથા બિગ
વિઝન રનર્સ-અપ રહી હતી, પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ
ખુશી બાબરિયા, બેસ્ટ બેટર અંકિતા મોરબિયા, બેસ્ટ બોલર શિયા મહેતા રહી હતી. વર્ષ 10-15ની કેટેગરીમાં ધ ઓપનર્સ ચેમ્પિયન
તથા અર્હમ સ્ટ્રાઈકર્સ રનર્સ-અપ રહી હતી. પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ આરવ
ખંડોલ, બેસ્ટ બેટ્સમેન જિનાંશ ખંડોલ, બેસ્ટ બોલર વીર દોશી રહ્યા હતા. પુરસ્કાર સમારોહમાં મંડળના પ્રમુખ નીરજભાઈ
દોશી તથા મંત્રી આશિષ બાબરિયાએ જણાવ્યું હતું કે, સમાજમાં શારીરિક
અને માનસિક વિકાસ માટે રમતો અત્યંત આવશ્યક છે. ભુજ સમાજના પ્રમુખ કિશોરભાઈ મોરબિયાએ
મંડળને આયોજન બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વિવિધ આયોજન
દ્વારા મંડળ સમાજને એક તાંતણે બાંધવાનું ઉત્કૃષ્ઠ કાર્ય કરી રહ્યંy છે. મોટા સમાજના ઉપપ્રમુખ મહેશ મહેતા તથા
મહામંત્રી સંદીપ દોશી, મહિલા મંડળના
પ્રમુખ જયશ્રીબેન ખંડોલ, યુવતી મંડળના પ્રમુખ નેહલબેન શેઠે અભિનંદન
આપ્યા હતા. અમ્પાયરની સેવા ધીરેન પાસડ, જેકીભાઈ મહેતા તથા પાવન
ત્રેવાડિયાએ આપી હતી. કોમેન્ટેટર તરીકે તુષારભાઈ પારેખ તથા યશ દોશી તથા સ્કોરર તરીકે
રોનક દોશી, પ્રતીક દેવાણી તથા સાવન મહેતા રહ્યા હતા. પ્રોજેક્ટ
ચેરમેન મિતેશ મોરબિયા તથા હાર્દિક બાબરિયા તથા ટીમમાં હિરેન દોશી, ભવ્ય દોશી, રાજ દોશી, પ્રતીક દેવાણી,
રાજ મોરબિયા, જિગર બાબરિયા તથા આદર્શ સંઘવી રહ્યા
હતા. વ્યવસ્થા જિનેશ બાબરિયાએ સંભાળી હતી.