નવી દિલ્હી, તા. 13 : ભારતીય પુરુષ
હોકી ટીમને એફઆઇએચ પ્રો હોકી લીગની ગઇકાલની મેચમાં આર્જેન્ટિના વિરુદ્ધ 1-2 ગોલથી હાર સહન કરવી પડી છે.
ટીમનો આ સતત ચોથો પરાજય છે. ભારતીય ટીમે આખરી મિનિટે પેનલ્ટીથી ગોલ કર્યો હતો, પણ રેફરીએ તે નકારી દીધો હતો. યુરોપ ટૂરમાં
ભારતીય હોકી ટીમની ચાર મેચમાં આ ચોથી હાર છે.
જુગરાજસિંઘે ચોથી મિનિટે ગોલ કર્યો હતો. બાદમાં આર્જેન્ટિના તરફથી ટોમસ ડોમેને
નવમી અને 49મી મિનિટે
ગોલ કરી ભારતને હાર આપી હતી. આર્જેન્ટિના સામે જ બુધવારે રમાયેલી મેચમાં ભારતીય હોકી
ટીમની 3-4થી હાર થઇ હતી, જ્યારે ઓલિમ્પિક ચેમ્પિયન નેધર્લેન્ડ સામે 1-2 અને 2-3 ગોલથી પરાજય થયો હતો.