ભુજ, તા. 14 : માંડવી-ગાંધીધામ ધોરીમાર્ગ
પર રતાડિયા ગામ તરફ જતા માર્ગે પેટ્રોલપંપની બાજુમાં સિમેન્ટની પતરાંવાળી ઓરડી ભાડે
રાખી ચોર ટોળકી ધોરીમાર્ગ પર પસાર થતા જુદા-જુદા પામ ઓઈલનાં ટેન્કરોમાંથી તેલની ચોરી
કરી કેરબા ભરી પોતાના કબજાની ઓરડીમાં રાખીને ગેરકાયદે વેચાણ કરતા હતા. બે દિવસ પૂર્વે
એલસીબીએ બાતમીનાં પગલે 510 લિટર પામ
ઓઈલ કિ. રૂા. 51000 તથા બે મોબાઈલ કિ. રૂા. 10,000ના મુદ્દામાલ સાથે બે આરોપી
અનવર મામદ સંધી (મૂળ દુર્ગાપુર હાલે - ભુજ) અને માધાભાઈ મંગરાભાઈ ભરવાડ (રહે. કાનમેર
તા. રાપર)ને ઝડપી લીધા હતા. જ્યારે આ કામનો નાસતો-ફરતો અન્ય આરોપી જુસબ હાસમ કકલ (રહે.
કિડાણા)ને એલસીબીએ આજે ઝડપી બી-ડિવિઝન પોલીસને સોંપ્યો છે.