• રવિવાર, 15 જૂન, 2025

હાજીપીર-ઢોરો માર્ગ પર ખડકાયેલા મીઠાંના ઢગલા અકસ્માત નોતરશે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 14 : હાજીપીરથી ઢોરો મુરુ સુધી રોજ મોટા પ્રમાણમાં મીઠાંના ટ્રેઈલરો પસાર થાય છે. રસ્તો ખરાબ હોતાં ક્યાંક મીઠાં ભરેલી ટ્રકો ઉથલી પડવી કે મીઠું ઢોળાઇ જવાની ઘટના ઘટે છે. આ રસ્તે જે ટ્રકો મીઠાંની પસાર થાય છે તે અમુક ઠેકાણે ઊભી રહે અને એ મીઠું ગાડીને નુકસાન ન કરે તે માટે ચૂનો ચોપડવામાં આવે છે. એ ચૂનો ચોપડતા લોકો ટ્રેઈલરોમાં બચેલું મીઠું રસ્તાની આજુબાજુ ખાલી કરી નાખે છે, જેના કારણે એ રસ્તાઓ પર મીઠાંના ગંજ ખડકાયેલા પડયા રહે છે. ઢોરો ગામના અગ્રણી અતાઉલ્લાહ મુતવાએ જણાવ્યું હતું કે, આ રસ્તા પર ઢોળાયેલા કેમિકલયુક્ત મીઠાંથી ચોમાસા દરમ્યાન વરસાદી પાલર પાણીમાં આ કેમિકલયુક્ત મીઠું ભેળવાય છે. આ વિસ્તારમાં રહેતા લોકોનાં સ્વાસ્થ્યને આ કેમિકલયુક્ત પાણી બીમારીને નોતરે છે. આગામી વરસાદની સિઝન શરૂ થશે જેથી આ મીઠાંવાળું પાણી આ વિસ્તારમાં જમા થશે અને આ રણમાં પાલર પાણીના બદલે મીઠાંવાળું પાણી ભરાશે એવું શ્રી મુતવાએ કહ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd