માંડવી, તા. 14 : વિશ્વ પર્યાવરણ સપ્તાહના અવસરે
અદાણી વિન્ડ સલામતી વિભાગ દ્વારા માંડવી નગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી
એક વિશાળ બીચ સફાઇ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિશ્વ પર્યાવરણ
દિનની થીમ `પ્લાસ્ટિક પ્રદૂષણને હટાવો'ને અનુરૂપ જાહેર જનતામાં જાગૃતિ ફેલાવવાનો હતો.
ઉદ્ઘાટન અદાણી વિન્ડના સલામતી વડા પંકજભાઇ રોયલ અને પ્લાન્ટ વડા હિરેનકુમારના હસ્તે
કરવામાં આવ્યું હતું. માંડવી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ વિશાલ આર. ઠક્કર
અને ગુજરાત ટૂરિઝમ હેઠળની ક્લિનિંગ એજન્સી હેલ્પલાઇન સર્વિસના ડિરેક્ટરો વગેરે ઉપસ્થિત
રહ્યા હતા. પર્યાવરણના
જતન માટે પ્રયાસરૂપે 100 ઇકો-ફ્રેન્ડલી
પેપર સીડ-કાર્ડસ માંડવી નગરપાલિકાને વૃક્ષારોપણ માટે અર્પણ કરાયા હતા.અદાણી વિન્ડ પરિવારના
250થી વધુ સભ્ય, જેમાં 60 બાળક પણ સામેલ હતા. પર્યાવરણ
માટે એક પગલું સ્વરૂપે ઉત્સાહભેર જોડાયા હતા. અભિયાન દરમિયાન આશરે 1.5 ટન પ્લાસ્ટિક અને કચરો એકત્રિત
કરવામાં આવ્યો, જેને યોગ્ય રીતે નિકાલ
માટે માંડવી નગરપાલિકાને સોંપવામાં આવ્યા હતા. બાળકો માટે `વેસ્ટથી બેસ્ટ' થીમ પર આધારિત આર્ટ અને ક્રાફટ સ્પર્ધાઓનું
આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ યોગદાન આપનારાં બાળકોને માન્યતા અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
હતા.