• રવિવાર, 15 જૂન, 2025

ટી-20 વિશ્વકપ પૂર્વે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ શ્રેણી

મુંબઇ, તા.12 : આઇસીસી ટી-20 વર્લ્ડ કપ-2026 અગાઉ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવર્સની ડ્રેસ રિહર્સલ સિરીઝ રમશે. બન્ને ટીમ વચ્ચે વ્હાઇટ બોલથી 3 વન ડે અને પ ટી-20 મેચની શ્રેણી રમાશે. બીસીસીઆઇએ હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો નથી, પણ સંભવિત તારીખો સામે આવી છે. જે અનુસાર કિવિઝ ટીમ ભારત પ્રવાસમાં આઠ મર્યાદિત ઓવરની મેચ રમશે. ત્રણ વન ડે અને પાંચ ટી-20 ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણી 11થી 30 જાન્યુઆરી-2026 દરમિયાન રમાશે. તેના પછી ફેબ્રુઆર-માર્ચમાં ભારત-શ્રીલંકામાં ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે. આથી વર્લ્ડ કપની તૈયારી માટે બન્ને ટીમ માટે આ શ્રેણી ઘણી મહત્ત્વની બની રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ  ભારતે ઇંગ્લેન્ડ સામે 3-3 મેચની વન ડે અને ટી-20 શ્રેણી રમી હતી. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટક્કર લેતા પહેલા દ. આફ્રિકા વિરુદ્ધ લિમિટેડ ઓવર્સની સિરીઝ પણ રમશે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd