• રવિવાર, 15 જૂન, 2025

નલિયાની ચોર ટોળી સામે સંગઠિત ગેંગનો ગુનો

ભુજ, તા. 14 : પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદે ટોળકી બનાવી અબડાસા તાલુકા ઉપરાંત કચ્છમાં વિવિધ જગ્યાએ વાયર, વાહનો તથા ઘરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી નલિયાની ચાર સભ્યની આ ટોળકી ઉપર કાયદાનો સકંજો કસાયો છે અને આ ટોળકી ઉપર સંગઠિત ગેંગનો ગુનો દાખલ કરી ચારેને ઝડપી લેવાયા છે. ચોરીના વધતા જતા બનાવો પર અંકુશ લાવવા અગાઉ ગેંગ બનાવી ગુના આચરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલી સૂચનાના પગલે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ. એચ. આર. જેઠી સરકાર તરફે ફરિયાદી બની ચોર ટોળકીના આરોપી ઉમર અલીમામદ કુંભાર, અબ્દુલ કાસમ સાટી, અલીમામદ જુસબ કુંભાર અને મામદ ઇબ્રાહીમ કુંભાર (રહે. તમામ નલિયા) વિરુદ્ધ સંગઠિત ગેંગ સહિતની વિવિધ કલમો તળે નલિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાવી આ ચારે આરોપીની અટક કરી નલિયા પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોંપાયા છે. આ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે વાહન અને વાયર ચોરી તથા ઘરમાંથી પણ ચોરી પોતે તથા સંયુક્ત રીતે ટોળકી બનાવી આવી ચોરીઓને અંજામ આપતા હોવાથી પશ્ચિમ કચ્છમાં નખત્રાણા, નલિયા, જખૌ મરિન, વાયોર, કોઠારા, ગઢશીશા, માનકૂવા તથા પૂર્વ કચ્છમાં અંજાર, આદિપુર પોલીસ મથકમાં અગાઉ ગુના દાખલ થયેલા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd