• રવિવાર, 15 જૂન, 2025

ચીનની ઓલિમ્પિક વિજેતા જોડીને હરાવીને આર્ય-અર્જુનનું સ્વર્ણિમ નિશાન

મ્યુનિક, તા. 14 (પીટીઆઈ) : ભારતના આર્ય બોર્સે અને અર્જુન બાબુતાએ શનિવારે અહીં આઈએસએસએફ વર્લ્ડકપની 10 મીટર એર રાઈફલ મિકસ્ડ ટીમ ઈવેન્ટમાં ચીનની ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન જોડી ઝિફેઈ વાંગ અને લિહાઓ શેંગને 17-7થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આર્ય અને અર્જુને ક્વોલિફિકેશનમાં 635.2નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેમનો સ્કોર જે વાંગ અને શેંગ (635.9) કરતા માત્ર 0.7 પાછળ છે, જે ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ પણ છે. આર્યએ આ વર્ષની શરૂઆતમાં પેરુના લિમામાં યોજાયેલા વર્લ્ડકપમાં રૂદ્રાંક પાટિલ સાથે મળીને 10 મીટર એર રાઈફલ મિકસ્ડ ટીમ સિલ્વર જીત્યો હતો. આ ઈવેન્ટમાં અન્ય ભારતીય જોડી, ઈલાવેનિલ વાલારિવન અને અંકુશ જાધવ 631.8 ટકા સાથે ક્વોલિફિકેશનમાં છઠ્ઠાં સ્થાને રહી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd