• રવિવાર, 15 જૂન, 2025

લોર્ડઝમાં બેટધરો ફરી ઘૂંટણીએ, ઓસીનું પલડું ભારે

લંડન, તા.12 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં લોર્ડસની ખતરનાક પીચ પર ઝડપી બોલરોના સંપૂર્ણ વર્ચસ્વ સાથે બન્ને ટીમ બેટધરો નતમસ્કત થયા હતા. આજે બીજા દિવસે દ. આફ્રિકાની ટીમ 138 રનમાં ડૂલ થઇ હતી. આ પછી બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાનો પણ ધબડકો થયો હતો અને 144 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાને પહેલા દાવમાં અતિ કિંમતી 76 રનની સરસાઇ મળી હતી. આથી તે 218 રને આગળ થયું હતું. દ. આફ્રિકા માટે લોર્ડસના ખતરનાક પીચ પર વિજય લક્ષ્યાંક ઘણો કઠિન બની જશે. ડબ્લ્યૂટીસી ફાઇનલ મેચના આજે બીજા દિવસે કુલ 14 વિકેટ પડી ચૂકી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાઝા 6, લાબુશેન 22, ગ્રીન ઝીરોમાં, સ્મિથ 13, હેડ 9, વેબસ્ટર 9 અને કમિન્સ 6 રને આઉટ થયા હતા. એન્ડિગીએ 3 અને રબાડાએ 2 વિકેટ લીધી હતી. આ પહેલા આજે ફાઇનલના બીજા દિવસે લંચ પછી તુરત જ દ. આફ્રિકા ટીમ પ7.1 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઇ હતી. આથી ઓસ્ટ્રેલિયાને 74 રનની મહત્વની સરસાઇ મળી હતી. લોર્ડસની ઉછાળવાળી પીચ પર આફ્રિકી બેટધરો પણ ટકી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ એન્ડ કંપનીની પેસ બેટરી સામે આફ્રિકાના ફક્ત ચાર બેટર જ બે આંકડે પહોંચી શકયા હતા. જેમાં સૌથી વધુ 4પ રન મીડલ ઓર્ડર ડેવિડ બેડિઘમના હતા જ્યારે કપ્તાન તેંબા બાવૂમાએ 84 દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાથી 36 રનની ઇનિંગ્સ રમી હતી. ઓપનર રિયાન રિકલટન 16 અને વિકેટકીપર કાઇલ વેરેન 13 રને આઉટ થયા હતા. આજે માર્કો યાનસન શૂન્યમાં, કેશવ મહારાજ 7 રને રનઆઉટ અને રબાડા 1 રને આઉટ થયા હતા. કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સે ઘાતક બોલિંગ કરીને 28 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કને 2 અને જોશ હેઝલવૂડને 1 વિકેટ પ્રાપ્ત થઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd