કાઠડા (તા. માંડવી), તા. 14 : આ ગામના મુખ્ય
માર્ગની કામગીરી પુન: શરૂ કરાઈ છે. રસ્તાની સાફ-સફાઈ સાથે ડામર કામ હાથ ધરાશે તેવું
જણાવાયું છે. કાઠડાના મુખ્ય માર્ગનું કામ ખોદકામ કરીને અધવચ્ચે પડતું મૂકાયું હતું.
જેના પગલે ગામલોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે કચ્છમિત્રમાં
પ્રસિદ્ધ થયેલા અહેવાલના પડઘારૂપે પાંચમા જ દિવસે છ મહિનાથી અટવાયેલું કામ પુન: શરૂ
કરાતાં સરપંચ તથા રાજકીય અગ્રણીઓ દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો હતો.